Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 29
________________ જાહેર જીવનમાં સાડી દેશસેવા કરવાના શુદ્ધ આશયથી જે સ્ત્રીઓ જાહેર જીવનમાં પડવા ઇચ્છે તેમના માટે સાડીથી સારો પોષાક બીજો કોઇ હોઇ જ ના શકે. જેને શુદ્ધ દેશ સેવા કરવી છે તેણે નમ્રતા ધારણ કરવી જોઈએ. સાડીમાં કુદરતી રીતે જ નમ્રતા રહેલી છે. જેને દેશસેવા કરવી છે તેણે આમ સમાજના લોકહૃદયમાં પોતાનું સ્થાન ઊભુ કરવુ જરૂરી છે. જે સ્ત્રી સાડી સિવાયનો કોઈ પણ પોષાક પહેરશે તેને લોકહૃદયમાં સ્થાન કદી નહીં મળે. આમ જનતાની સ્ત્રીઓ તેને પોતાની જ બહેન છે એમ નહીં ગણે. એ આપણાથી જુદી છે, વધારે પડતી સુધરેલી કે બગડેલી છે એમ માનીને તેની વાત સ્વીકારશે નહી, ગણકારશે નહી. પરંતુ જો સ્ત્રી સાડી પહેરીને વાત કરતી હશે તો સ્ત્રીઓને તે પોતાની લાગશે અને તેની વાત ધ્યાનથી સાંભળશે. એટલે જાહેરજીવનમાં પડેલી સ્ત્રીએ સાડી છોડીને બીજો કોઈ પણ પહેરવેશ અપનાવવો આત્મઘાતક થઈ પડશે. સોનિયા ગાંધી યુરોપીયન સ્ત્રી હોવા છતાં ભારતીય સ્ત્રી સમાજમાં પોતાનું સ્થાન જમાવવા માટે તેણે સાડીને અપનાવી, સાડી પહેરતા શીખ્યા અને અત્યારે જાહેર સભાઓમાં અચૂકપણે સાડી પહેરીને જ જાય છે. તેથી જ તે આમ સમાજમાં પોતાનું સ્થાન ઊભુ કરી શક્યા છે. આપણા રાષ્ટ્રપતિ શ્રીમતિ પ્રતિભા પાટીલ કાયમી સાડી પહેરે છે અને માથે પણ ઓઢે છે. એટલે આખા ભારતમાં તેના પ્રત્યે માનની નજરે જોવાય છે. આ જ રીતે મમતા બેનરજી કે સુષ્મા સ્વરાજ કે અન્ય સાડી પહેરતી અને જાહેરજીવનમાં કામ કરતી સ્ત્રીઓ પ્રત્યે આમ જનતાનું વલણ સામાન્ય રીતે માનપાત્ર હોય છે. આવું જ માનપાત્ર વલણ માયાવતી પ્રત્યે આમજનતામાં જોવા નહીં મળે, કારણ કે તે સાડી કદી પણ પહેરતા નથી. તેની સરખામણીમાં જયલલીતા, માયાવતીની જેમ જ વિવાદાસ્પદ હોવા છતાં સાડી પહેરે છે તેથી લોકો તેને માનની નજરે જુએ છે. - સ્ત્રીઓને માટે જાહેરજીવનમાં અને રાજકારણમાં કામ કરવું ઘણું જ અઘરું કામ છે. જે સ્ત્રીને કુટુંબની અને બાળકોની જવાબદારી છે તેના માટે જાહેરજીવન લગભગ અશક્ય જેવુ છે. જે સ્ત્રી કુટુંબ અને બાળકોની જવાબદારીથી મુક્ત છે અથવા અપરિણીત છે તે પૂરો સમય જાહેરજીવનમાં ભાગ લઈ શકે છે. આમ છતાં પોતે સ્ત્રી હોવાથી જ ઘણી મુશ્કેલીઓ રહે છે. જાહેરજીવન એમુખ્યત્વે પુરુષોનું ક્ષેત્ર છે. એટલે લગભગ પુરુષો સાથે જ તેને કામ કરવાનું બને છે. પુરુષોમાં ઘણા બધા નઠારા હોય છે કે કામી દષ્ટિવાળા હોય છે. તેમનાથી સતત બચીને ચાલવું પડે છે. આ બાબતમાં સાડીએ રક્ષાકવચ છે. સાડી પહેરેલી સ્ત્રી આપો આપ માતૃપદે બિરાજે છે. તેની સામે પુરુષથી ઊંચી આંખ થઇ ના શકે. સાડી પહેરી હોય ત્યારે સ્ત્રીની સાથે વાતચીતમાં કોઇપણ પુરુષ જરાપણ છૂટ લેવાની કે મર્યાદા ઓળંગવાની હિંમત નહીં કરી શકે. પરંતુ સાડી સિવાયનો પહેરવેશ પહેરેલી સ્ત્રી પુરુષને મન છેલબટાઉ લાગશે અને નઠારો પુરુષ તેની સાથે મઝાક કરવાના બહાને વાતચીતમાં છૂટ લેવાનો પ્રયત્ન કરશે. પણ સાડી એ સંરક્ષક દિવાલ છે. કોઈ પુરુષે કોઇ પણ અયોગ્ય શબ્દનો ઉપયોગ ભૂલથી પણ કર્યો અને સાડી પહેરેલી સ્ત્રી ફક્ત 027 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60