Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 19
________________ છે. ૨૦–૨૨ વરસે છોકરો અલગ થઈ જ જાય. પછી તે મા બાપથી જુદો જ રહે. જ્યારે પોતાને ઘરે ૩૨ વરસની ઉંમર સુધી દીકરો સાથે જ રહ્યો. મેં તેમને પૂછયું કે, હવે તે શું કરે છે ? તેણે કીધુ કે, હવે તે જુદો રહે છે, પોતાના ગામમાં જ રહે છે, પોતાના ઘરથી નજીક જ રહે છે અને હાથે રસોઈ કરીને જમે છે. તે પોતાના ઘરમાં ૩૨ વરસ રહ્યો તેને તે અભૂતપૂર્વ બનાવ સમજે છે. પરંતુ હવે તે જુદો રહે છે અને હાથે રસોઈ કરીને ખાય છે તેમાં તેને કાંઈ અસ્વાભાવિક નથી લાગતું. હવે આપણાં દેશની કોઈપણ માતા હોય, તે પોતાનો દીકરો ૩૨ વરસનો હોય કે ૬૪ વરસનો હોય, પોતે ૮૫ વરસની હોય તો પણ દીકરો હાથે રસોઈ કરીને ખાય તે માતાથી નહીં જોવાય. તે વૃદ્ધ હશે તો પણ પોતાના દીકરાને રસોઈ કરીને જમાડશે. દીકરો દુઃખ દેતો હોય તો પણ. તો ભારતની સ્ત્રીમાં કેટલું માતૃત્વ છલોછલ ભર્યું છે તે જુઓ. અને યુરોપની સ્ત્રીમાં માતૃત્વની કેટલી ખામી છે તે જુઓ. આપણી માતાઓમાં જે માતૃત્વ છે તે સદીઓથી સાડી પહેરવાથી જ વિકસ્યું છે. તો આજની પરિસ્થિતિમાં સાડી પહેરવી અથવા ના પહેરવી એ બે પરિસ્થિતિ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે એ સમજી લેવું જોઈએ. જે સ્ત્રી સાડી પહેરે છે તે તત્કાળ નમ્રતા ધારણ કરે છે. સાડી સાથે સીધો જ સંકળાયેલો આ સદ્ગુણ છે. એટલે સાડી પહેરતી સ્ત્રી નમ્ર બને છે, એટલે અભિમાન ત્યાગે છે. તે પોતે સ્ત્રીજીવનની મર્યાદાઓનો સ્વીકાર કરે છે. તે પુરૂષની હરિફાઈ કરવાનું કદી વિચારતી નથી. તે પોતાનો સ્વધર્મ સમજે છે. અને પોતાના સ્વધર્મનું પાલન કરીને સ્ત્રીજીવન જીવવાનો સ્વીકાર કરે છે. તે સ્ત્રીમાં રહેલાં માતૃત્વને ઓળખે છે અને પુરૂષના અહમ્ને માતૃત્વના પ્રેમથી ઓગાળી નાખવાનું પોતાનું જીવનકાર્ય સમજે છે. તેનો આનંદ હંમેશાં ત્યાગ અને સહનશીલતામાં જુએ છે. તે કોઈ મોટી મહત્વાકાંક્ષાઓ ઘડતી નથી. પુરૂષની જેમ તે મોટા મનસૂબા બાંધતી નથી અને અહં, કીર્તિ, વૈભવના ભોગવટામાં જ જીવનની ફલશ્રુતિ છે તેવું તે સ્વીકારતી નથી. પરંતુ ત્યાગ, સહનશીલતા અને કષ્ટસહનમાંથી જ સાચુ સુખ નીપજે છે એમ તે સમજે છે. તેથી દુનિયાના આડંબરોથી તે અળગી રહે છે. તે જીવનની ક્ષણભંગુરતા સમજે છે, ભોગવિલાસની વ્યર્થતા સમજે છે અને નૈતિક મૂલ્યોની કિંમત સમજે છે. તેથી પોતાના સ્વધર્મથી ચલિત થયા વગર ઈશ્વરનું નામ લેતા ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પોતાનું જીવન ગુજારે છે. આવી સ્ત્રી આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને કુટુંબમાં તથા સમાજમાં મધુરતા પુરે છે. આવી સ્ત્રી પુરૂષ માત્રની માતા છે અને વંદનીય છે. તેથી હું જયારે જયારે સાડી પહેરેલી સ્ત્રીને જોઉં છું ત્યારે મારા હૃદયમાં ખૂબ જ શાંતિ થાય છે, આનંદ થાય છે અને મને એક પ્રકારનું સાંત્વન મળે છે કે ભારતીય સંસ્કૃતિ બચી જશે. તેથી મને તે સ્ત્રી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરનારી દેવી સ્વરૂપે જ દેખાય છે, ભલે પછી તે સ્ત્રી કાંઈ પણ સમજણ વગર જ ફક્ત પરંપરાથી જ સાડી પહેરતી હોય. તે સાડી પહેરે છે એટલા માત્રથી જ મારા માટે તે વંદનીય દેવી બની જાય છે. Jain Education International 017 For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60