Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 17
________________ બહારનું કામ કરી શકે. પરંતુ તેણે લાચારીપૂર્વક બીજે નોકરી કરવા જવું પડે તે ઈચ્છનીય નથી જ. સ્વેચ્છાએ સમાજસેવાના હેતુથી તે જાહેર કાર્યમાં ભાગ લ્ય અથવા કમાણી કરવાના હેતુથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ધંધો પોતાને અનુકૂળ સમય પૂરતો કરે અને તેમાં પોતાની શક્તિ ખીલવે તેમાં જરાપણ વાંધો નહોઈ શકે. ભારતીય સમાજે સ્ત્રી પુરૂષ સંબંધોને તેના કુદરતી સ્વરૂપમાં જાણીને કુદરતી સ્વરૂપમાં જ વિક્સાવવાનો પ્રયત્ન કરેલો છે. સ્ત્રીની પુરૂષ પ્રત્યેની અધિનતા જો નૈસર્ગિક વૃત્તિ હોય તો તેનો સ્વીકાર કરીને તેને અનુરૂપ પહેરવેશ પણ ગોઠવેલો છે. એટલે સ્ત્રીને કદીપણ લડાઈ, યુધ્ધો, ઘોડેસવારી, પર્વતો ચડવા, લાંબા અંતરના પ્રવાસો કરવા જેવા કામો કરવાની જરૂર સ્વસ્થ સમાજમાં ના પડવી જોઈએ. તેથી સાડીનો પહેરવેશ આવા કામો માટે અનુકૂળ નથી. પરંતુ ઘરકામ, બાળસંભાળ તથા સ્ત્રી સ્વભાવને રૂચિકર કાર્યો થઈ શકે અને તેના આંતરિક ગુણોનો વિકાસ થાય, અનેક પ્રકારની કળાઓ તે ખીલવી શકે, તેનો આધ્યાત્મિક વિકાસ થાય, ઈશ્વર સ્મરણ, ભજન, ક્તિન, સંગીત સતત ચાલતું રહે એ દષ્ટિને ધ્યાનમાં રાખીને સ્ત્રીને માટે સાડીનો પહેરવેશ નકકી થયો હશે. તેનો ત્યાગ એટલે સ્ત્રીત્વનો ત્યાગ માતૃત્વનો ત્યાગ, આપણી સંસ્કૃતિનો જ ભાગ. માતાનો ખોળો ખુંદીને જ બાળકો મોટા થઈને મહાન કાર્યો કરી શકે. માતાના પાલવમાં જે બાળકોએ વાત્સલ્યના અનુભવ્યું હોય તે માણસના સંસ્કારમાં ખામી રહી જવાનો સંભવ છે. સાડી વગર આ સંભવ નથી. સાડી એ ફક્ત પાંચ મીટરનું કપડું નથી. તે ધારણ કરતા જ ખોળો, પાટલી, પાલવ જેવા તેના જીવંત હિસ્સા બને છે. જેનો સંસ્કાર સિંચનમાં અનેરો ફાળો હોય છે. જો હિન્દુસ્તાનમાંથી સાડી વિદાય લેશે તો હિન્દુસ્તાન જીવવા જેવો દેશ નહીં રહે. તેની જે વિશેષતા છે કે નહીં રહે. તે એક નકગાર બની જશે. અને યુરોપ કરતાંય બદતર જીવન થઈ પડશે. આજે હિન્દુસ્તાનની જે ભવ્યતા છે, જે સંસ્કૃતિ છે તે સાડીને કારણે છે અને સ્ત્રીઓના ત્યાગને કારણે જ છે. પુરૂષો તો ક્યારનાયે યુરોપના રવાડે ચડી ગયા છે. હિન્દુસ્તાનની સ્ત્રીઓ પણ જો એ રસ્તે ગઈ તોતે હિન્દુસ્તાનની કરુણાંતિકા સાબિત થશે. . સાડીને ક્ષણે ક્ષણે સરખી રાખવી પડે છે અને અવ્યવસ્થિતના થઈ જાય તેનું ક્ષણે ક્ષણે ધ્યાન રાખવું પડે છે તેને સાડીનો સૌથી મોટો અવગુણ માનવામાં આવે છે. પરંતુ આ બાબતમાં સૌથી મોટો ગુણ પણ છુપાયેલો છે. દરેક સ્ત્રીએ આખા પુરૂષ સમાજથી ક્ષણે ક્ષણે સાવધાન રહેવું જરૂરી છે. ક્ષણે ક્ષણે સાડીનું ધ્યાન રાખવામાં સાથે સાથે ક્ષણે ક્ષણે ઈશ્વરને યાદ રાખવાની પણ ટેવ પડે છે અને પુરૂષ સમાજથી સાવધાન રહેવાની પણ ટેવ પડે છે. ક્ષણે ક્ષણે ઈશ્વરને યાદ કરવામાં તે ખૂબ જ સહાયભૂત થાય છે. ક્ષણે ક્ષણે સાડીને સરખી કરતી વખતે ઈશ્વરનું સ્મરણ પણ થયાં કરે એવી દષ્ટિથી જ કદાચ સાડીનો પહેરવેશ શોધી કાઢવામાં આવ્યો હશે. મનુષ્યના જીવનનું લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે. તો સાડી એ ઈશ્વર પ્રાપ્તિનું એક સાધન છે. જેટલી વાર સાડી સરખી કરવી પડે, એટલી વાર ઈશ્વર સ્મરણ થાય, હું દેહ નથી પણ આત્મા છું એનું TITી Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60