Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 15
________________ પરંતુ આ બધી દલીલોને સાડી સાથે શું સંબંધ છે તે સ્વાભાવિક પ્રશ્ન છે. મારી દલીલ એ છે કે, સમાજની સુવ્યવસ્થા કે ગેરવ્યવસ્થાને સાડી સાથે સીધો સંબંધ છે. જો આપણે એટલું સ્વીકારીએ કે સ્ત્રી અને પુરૂષના કાર્યક્ષેત્ર જુદા છે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં હરિફાઈ કરવાની જરૂર નથી, પરંતુ પોતાનો સ્વધર્મ પકડી રાખવામાં સમાજનું શ્રેય છે, તો એ જ વાત પહેરવેશ ને પણ લાગું પડે છે. સ્ત્રી અને પુરૂષના પહેરવેશ સદીઓથી જુદા છે. આ પહેરવેશ પોતાનો સ્વધર્મ પાળવામાં અનુકૂળ પડે તે રીતે ગોઠવાયેલા છે. સ્ત્રીનું સ્ત્રીત્વ વધુમાં વધુ સારી રીતે ખીલી શકે, પ્રગટી શકે, વિક્સી શકે એ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને આપણાં પૂર્વજોએ સ્ત્રીને માટે સાડીનો પહેરવેશ નિશ્ચિત કરેલો જણાય છે. એને વળગી રહેવામાં સમાજનું શ્રેય છે. ફક્ત સગવડને નામે, અગવડને ટાળવાને નામે પંજાબી ડ્રેસ ઘણી બહેનોએ અપનાવી લીધો અને સાડીનો ત્યાગ કર્યો છે. હવે તેના પછીની પેઢી પંજાબી ડ્રેસનો ત્યાગ કરીને પેન્ટ શર્ટ પહેરવા માંડશે. કોલેજીયન છોકરીઓમાં પેન્ટ શર્ટ દાખલ થઈ ચૂક્યા છે. ત્યાર પછીની પેઢી વ્યવસ્થિત પેન્ટ શર્ટ છોડીને બિભત્સ લાગે એવા ચિત્ર-વિચિત્ર પહેરવેશ પહેરવા માંડશે. આમ સગવડને નામે સ્ત્રીઓએ પોતાની મર્યાદા છોડીને સાડીનો ત્યાગ કર્યો તે અંતે આખા સમાજને ક્યાં લઈ જશે એ વિચારવા જેવું છે. અને જે સ્ત્રીઓ બિભત્સ ગણાય એવા ચિત્ર-વિચિત્ર પહેરવેશ પહેરવા માંડશે તેની પાસેથી તમે સ્ત્રીત્વની, સ્ત્રી સહજ ઉમદા સદ્ગુણોની આશા નહીં રાખી શકો. આ રીતે આપણે ઝડપથી એક રેઢિયાળ સમાજ તરફ ધસી રહયાં છીએ. કેટલીક બહેનો એવી દલીલ કરે છે કે, સાડીમાં બંધન છે અને ગુલામી છે. આ દલીલ સાવ ફેંકી દેવા જેવી નથી. સાડીમાં બંધન છે એમાં તથ્ય છે જ. મારી સમજ પ્રમાણે સામાન્ય રીતે સ્ત્રીને માટે પુરૂષનું અવલંબન સ્વાભાવિક છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કીધુ છે કે, સ્ત્રીને માટે જેમ માસિક ધર્મ સ્વાભાવિક છે એટલું જ સ્વાભાવિક પુરૂષનું અવલંબન છે. એટલે કે કેટલેક અંશે પુરૂષની આધિનતા સ્વીકારવી એ સ્ત્રીને માટે સ્વાભાવિક પ્રક્રિયા છે. દુનિયા આખીમાં સ્ત્રીઓ સ્વાભાવિક રીતે એવું જ ઈચ્છે કે પોતાનો પતિ પોતાના કરતાં થોડોક ઉંમરમાં મોટો હોય, પોતાના કરતાં ઊંચો હોય, પોતાના કરતાં વધારે હોંશિયાર હોય, પોતાના કરતાં શક્તિશાળી હોય, પોતાનાં કરતાં વધારે ભણેલો હોય, પોતાના કરતાં વધારે બુધ્ધિશાળી હોય. આ ઈચ્છામાં જ એ નિહિત છે કે સ્ત્રીને પોતાના પતિને સમર્પિત થઈને રહેવામાં વાંધો નથી. હિન્દુસ્તાનમાં સ્ત્રીઓમાં રહેલા પુરૂષ પ્રત્યેના નૈસર્ગિક સમર્પણભાવને એટલો બધો વિક્સાવવામાં આવ્યો છે કે, દરેકે દરેક સામાજિક રીતરિવાજમાં પ્રસંગોમાં, લગ્ન વિધિમાં, વાતચીતમાં, સાહિત્યમાં, જીવન વ્યવહારમાં એમ તમામ જગ્યાએ સ્ત્રીની પુરૂષ પ્રત્યેની આધિનતા અને સમર્પણભાવ જોઈ શકાય છે. એક્વાર હું અમદાવાદમાં ચાલતો જતો હતો, ત્યારે એક રેકડીમાંથી બે બહેનો શાક લેતી હતી. એક બહેને બીજીને સૂચવ્યું કે રીંગણાં સારાં છે, રીંગણાં લઈ લ્યો. તરત જ બીજી બહેને કીધુ કે, “ના રે ના, તમારા ભાઈ મને મારી નાંખે તેને રીંગણાંનું શાક જરાય ના ભાવે.’’ આમ Jain Education International 013 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60