Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 13
________________ બહાર એકલા જઈને કમાઈ ખાવું તે સ્ત્રીને માટે ઝટકે ખોટો બોજો થઈ પડે છે. પુરૂષને બહાર રખડીને કમાઈ લાવવું સ્વાભાવિક છે. ઘરમાં રસોઈ કરવી અને ઝીણી ઝીણી વ્યવસ્થા કરવી પુરૂષને માટે અસ્વાભાવિક છે અને તેથી તેને ત્રાસરૂપ થઈ પડે છે. સ્ત્રીની મનોવૃત્તિ ઘણેભાગે ત્યાગ પ્રધાન છે. પુરૂષની મનોવૃત્તિ ઘણેભાગે ભોગ પ્રધાન છે. સ્ત્રી કુટુંબને માટે, બાળકો માટે, પતિ માટે ત્યાગ કરવામાં, અગવડ અડચણ વેઠી લેવામાં સુખ માની શકે છે. પુરૂષને સ્ત્રી બિમાર હોય એ દરમ્યાન રસોઈ, કપડાં ધોવા, ઘર સાફ કરવું જેવા ઘરકામ કરવા પડે તો પણ ત્રાસરૂપ લાગે છે. જો કે ફરજ સમજીને જરૂર કરે, કરવાં જ જોઈએ. પરંતુ સ્ત્રી અને પુરૂષ બન્નેના કાર્યક્ષેત્ર જુદા છે, સ્વભાવ જુદા છે, મનોવૃત્તિ જુદી છે. એટલે દરેક પોતાના સ્વભાવને વશ વર્તે, પોતાનો સ્વધર્મ પાળે તેમાં જગતનું કલ્યાણ છે, સમાજની સુખાકારી છે. પરંતુ સ્ત્રી કે પુરૂષ પોતાનો સ્વધર્મ છોડીને બીજાના કાર્યક્ષેત્રમાં હરિફાઈ કરવા નીકળી પડે તો સમાજનું પતન થાય છે, જે આપણે યુરોપ અમેરિકામાં જોઈએ છીએ. એક્વાર મેં મારાં પત્નીને કીધું કે તું ઓફિસે આવતી જા અને મને થોડી મદદરૂપ થા તો મને બહુ ગમે. પરંતુ તેણે જે જવાબ આપ્યો તેથી મારી આંખો ખુલી ગઈ અને મારી આખી વિચારસરણી જ બદલાઈ ગઈ. જાણે પોતાનું અપમાન થયું હોય એવી રીતે છણકો કરીને તે બોલી “હું શું કરવા તમારી ઓફિસે આવું? તમારું કામ તમે જાણો. એ તો જેનું પુરૂ ના થતુ હોય એ બહાર નોકરી કરવા જાય. અમે રસોઈ કરીને તમને જમાડી દઈએ એટલે અમે છૂટયાં.” આ જવાબ તેણે એટલા બધા ગૈરવપૂર્વક અને આક્રોશથી આપ્યો કે જાણે તે ઘરની સામ્રાજ્ઞી મહારાણી હોય અને હું તેનો બહાર જઈને કમાઈ લાવનારો નોકર હોઉં એવું ચિત્ર ખડું થઈ ગયું. હું ખૂબ જ ઊંડા વિચારમાં સરી પડયો. ખરેખર ઘર સંભાળનારી સ્ત્રીનું સ્થાન સર્વોચ્ચ સ્થાન છે તે તેણે બતાવી આપ્યું. છેલ્લું વાક્ય અનાયાસે તે બહુવચનમાં બોલી. “અમે રસોઈ કરીને તમને જમાડી દઈએ એટલે અમે છૂટયાં.” આ વાક્ય મારા હૃદયમાં બેસી ગયું. આખા સ્ત્રી સમાજ વતી તે બોલી ગઈ. વ્યવહારમાં તો એવું દેખાય છે કે પુરૂષ બહારના બધા કામ અને કમાણી પોતાના હાથમાં રાખીને સ્ત્રીને ઘરમાં જ ગુલામડી જેવી સ્થિતિમાં રાખે છે. પરંતુ અહીં તો સાવ જ ઉલટું ચિત્ર ખડું થઈ ગયું મારાં પત્નીએ તો બહારનું કામ હિણપત ભરેલું ચીતરી દીધું અને ઘર સંભાળવાનું પોતાનું કામ સર્વશ્રેષ્ઠ હોય એ રીતે વાત કરી બહુ વિચાર કરતાં મને તેની વાત ખરી લાગી. આપણી ભારતીય વ્યવસ્થા ખરેખર જ સારી છે. ઘર સંભાળવું એ જૌરવભર્યું કામ છે. અને તે સ્થાન સ્ત્રીનું છે. બહાર રખડી ભટકીને કમાઈ લાવવું તે અઘરું કામ છે તે પુરૂષના ભાગે. જો સ્ત્રી પુરૂષ એકબીજાને મિત્ર સમજે તો આ વ્યવસ્થામાં સ્ત્રીનું સ્થાન ઊંચું છે, જે મારાં પત્નીએ મને સમજાવી દીધું. ઘરમાં જો સ્ત્રીઓને પુરૂષથી દબાઈને ના રહેવું પડે તો આ ઉત્તમ વ્યવસ્થા છે. પરંતુ વ્યવહારમાં પુરૂષ સ્ત્રીને દબાવી રાખે છે. તે ૧૦૦માંથી ૮૦ કિસ્સામાં સત્ય છે. એટલે સ્ત્રીઓને સ્વાભાવિક રીતે એમ થાય છે કે બહારના કામ કરવાના મળે, નોકરી કરવાની મળે, સ્વતંત્ર કમાણી મળે, સ્વતંત્રતા મળે તો પુરૂષની ગુલામીમાંથી છૂટકારો મળે. આ વિચારમાં ભારે મોટો દોષ છે , 011 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60