Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 11
________________ આવનાર મહેમાન ભૂખ્યા છે તો તેમના માટે ફરીથી રસોઈ કરીને જમાડીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. પરંતુ તેમાં ઘણી અગવડ વેઠવી પડે છે. અગવડ વેઠયા વગર સંસ્કૃતિ જાળવી ના શકાય. સગવડ જ વિચારવી હોય તો મહેમાનને જમાડવાની ના પાડી દેવી તેમાં સૌથી વધુ સગવડ છે. પરંતુ એમ કરવામાં આપણી સંસ્કૃતિનો ભંગ થાય છે એ આપણે સમજીએ છીએ. એટલે સાડીમાં સગવડ નથી, સાડી અગવડરૂપ છે એ દલીલને ખાતર સાડી ફેંકી દેવી એ બરાબર નથી. સાડીના જે અનેક ગુણો છે તે આધુનિક બહેનોએ ગંભીરતાથી વિચારવા જોઈએ. મનુષ્યમાત્રને જડ વસ્તુ કરતાં ચેતન વસ્તુ વધારે ગમે. જીવતો જાગતો મનુષ્ય ગમે, પરંતુ મરેલી વ્યક્તિ ના ગમે, આળસુ, એદી માણસના ગમે, કારણ કે તેનામાં ચેતન ઓછું હોય છે. ઉત્સાહી અને ચપળ માણસ ગમે, કારણ કે તેનામાં ચેતન વધારે હોય છે. સાડીનો એક મોટો. ગુણ એ છે કે સ્ત્રીમાં રહેલા ચેતનના એકે એક અંશનો આવિર્ભાવ કરીને તે જગતને બતાવી શકે છે. સ્ત્રીમાં રહેલું ચેતન સાડીમાં વ્યક્ત થાય છે. ચાલવામાં, કામકાજમાં, ઉઠવા-બેસવામાં સ્ત્રીમાં જે ચેતન હોય છે તે “મેગ્નીફાય” થઈને મોટું થઈને આપણી સમક્ષ વ્યક્ત થાય છે. સ્ત્રી એક ડગલું ભરે એટલામાં જ સાડીમાં હજારો જગ્યાએ તરંગો અને સ્પંદનો ઉત્પન્ન થાય છે અને વિલિન થાય છે. સાડીમાં ઉઠતા હજારો તરંગોના સર્જન અને વિસર્જનના દશ્યોમાંથી અલૈકિક ચેતન પ્રગટ થાય છે. આમ સ્ત્રીના એકે એક કાર્યમાં ક્ષણે ક્ષણે ચેતન પ્રગટતું રહે છે. રોટલી વણવામાં કે સંજવારી કાઢવામાં કે કોઈપણ ઘરકામ કરવામાં શરીરનું જરા જેટલું હલનચલન થાય કે તરત જ તેનો પ્રતિભાવ સાડીમાં હજારો જગ્યાએ હલન ચલન દ્વારા ઊભા થતાં તરંગોથી જોવા મળે છે. એટલે સાડી અત્યંત જીવંત વસ્તુ છે. સાડીની આ જીવંતતા મનુષ્યને મુગ્ધ કરી શકે છે. તમે ગરબે ઘૂમતી સ્ત્રીઓને જુઓ તો સાડીની જીવંતતાનો ખ્યાલ આવશે. તેમાં દરેક ડગલે ક્ષણે ક્ષણે ઉદ્ભવતા અને વિલીન થતાં તરંગો કમબધ્ધ અને લયબધ્ધ રીતે જોઈ શકાશે. આમ હજારો જગ્યાએ સાડીનું વિસ્તરણ અને સંકોચન, આરોહ અને અવરોહ, ખૂબ કલાત્મક રીતે જોવા મળશે. જેમ સમુના મોજા ઉત્પન્ન થાય છે અને વિખરાય છે. કમબધ્ધ અને તાલબધ્ધ રીતે -તે જ રીતે સર્જાતા અને વિલીન થતાં તરંગોના ભવ્ય દશ્યો ખૂબ સુંદર રીતે સાડીમાં દેખાય છે. સમુના મોજાનું કુદરતનું નૃત્ય અને સ્ત્રીઓનું ગરબે ઘૂમતું નૃત્ય- એ બન્નેમાં મને સરખી જ જીવંતતા નજરે પડે છે. સમુના મોજાનું દશ્ય સૈને સુલભ છે પરંતુ ગરબે ઘૂમતી બહેનોનું દશ્ય તો દેવોને પણ દુર્લભ છે. દુર્ભાગ્યે આપણે તેની કિંમત નથી સમજતા. - સાડીમાં સ્ત્રીની સુંદરતા ખીલી ઊઠે છે, સાડીમાં સ્ત્રી સુંદર દેખાય છે એટલો જ માત્ર સાડીનો ગુણ નથી. ખરી વાત એ છે કે, સાડીમાં જ સ્ત્રીનું સ્ત્રીત્વ ખીલે છે, વિક્સે છે, વધુ સારી રીતે પ્રગટે છે. સ્ત્રીત્વ એટલે સ્ત્રી સહજ સદ્ગણો- નમ્રતા, શાલીનતા, મર્યાદા, પવિત્રતા, 009 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60