Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 14
________________ એક તો બહારના કામો સ્ત્રીના નૈસર્ગિક સ્વભાવ સાથે તથા માતૃત્વની જવાબદારી સાથે મેળ નથી બેસતાં, બીજુ જે સ્ત્રીઓ આવા કામ કરે છે તે હેરાન થઈ જાય છે અને ઘર સંભાળતી સ્ત્રી જેટલી તકદી સુખી થઈ શક્તી નથી. એક્વાર અમેરિકામાં કેલીફોર્નિયામાં એક ફેકટરીની બહાર એક કારમાં હું બેઠો હતો ત્યાં જ સાયરન વાગ્યું. અને ફેકટરીની બહાર માણસો નીકળી આવ્યા. બહાર આવતાં જ પોતાના ખિસ્સા કે પર્સમાંથી બ્રેડના ટૂકડા કાઢીને જેમ તેમ જલ્દીથી ખાવા માંડયા. એમાં એક અમેરિકન બાઈ પણ હતી. ભાગ્યે જ તેની ઉંમર ૩૦-૩૫ વરસ હશે. તેણે પુરૂષના જેવો જ પહેરવેશ-પેન્ટ શર્ટ પહેર્યો હતો. તેના મોઢા ઉપર થાક, કંટાળો અને અણગમો સ્પષ્ટ વર્તાતા હતાં. કદાચ તે બાઈ દૂર દૂરથી કારખાનામાં મજૂરી કરવા આવી હશે. પોતાના સંતાનોને વળી દૂરના કોઈ ઘોડીયા ઘરમાં કે બાલમંદિરમાં મૂકીને આવી હશે. પાંચ-સાતમીનીટની એરીસેસમાં જેમ કુતરા જલ્દી જલ્દી ખાય એ રીતે તે બાઈએ બ્રેડ અને પીણું ખાધું, પીધું ને સીગરેટ સળગાવી. ત્યાં તો ફરી સાયરન વાગ્યું અને બધા અંદર કામે ચડી ગયા. આ દશ્ય જોઈને હું રડી પડયો. સામાન્ય રીતે હું ક્યારેય રોતો નથી. પરંતુ તે અમેરિકન બાઈનું દશ્ય જોઈને હું ખરેખર જ રડી પડયો. હું જાણું છું કે અમેરિકાની ૯૦% ટકા સ્ત્રીઓ મજૂરણો તરીકે કારખાનામાં કે મોટાં સ્ટોરમાં મજૂરી(જોબ) કરવા જાય છે. જે મજૂરી ના કરે તો તેનું પુરું ના થાય. મને ચોક્કસ ખાતરી છે કે મારાં પત્ની જે સ્થિતિમાં રહે છે તે સ્થિતિ કરોડો અમેરિકન સ્ત્રીઓને સ્વર્ગ સમાન લાગે. ઘર સંભાળવું, ઘરે જ રહેવું અને નોકરી કરવી જ ના પડે તે સુખદ સ્થિતિની તેઓ કલ્પના પણ ના કરી શકે. આપણે અમેરિકાના ગુણગાન ગાતા થાક્તા નથી. પરંતુ ત્યાં તમામ સ્ત્રીઓને પુરૂષોની જેમ જ વેઠિયા મજૂર જેવું કામ કરવું પડે છે. ઘર સંભાળવા ઉપરાંત આ કામો કરવા પડે છે. તો જ પુરૂં થાય. એટલે પ્રમાણમાં આપણે ત્યાં ફક્ત ઘર સંભાળતી સ્ત્રીઓ ઘણી વધારે સુખી છે. પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે અમેરિકાની આંધળી નકલ કરવામાં ગૈરવ અનુભવીએ છીએ. અને વરસોથી ચાલી આવતી આપણી પરંપરાઓને છોડી દેવામાં જ શાબાશીમાનીએ છીએ. એકવાર મારાં ઘરે હોલેન્ડના એક સારા વૈજ્ઞાનિક ૧૨ દિવસ રોકાઈ ગયા. તેમની પત્ની નોકરી કરે છે અને પોતે ખાસ કમાતા નથી. તેથી રસોઈથી માંડી ને રસોડાનું તમામ કામ તે વૈજ્ઞાનિક કરે છે. મને લાગે છે કે આ વૈજ્ઞાનિક પાસે જગતને આપવાં જેવું ઘણું અમૂલ્ય જ્ઞાન છે. પરંતુ રસોઈ અને રસોડાની જવાબદારીમાંથી તેમને સમય મળતો નથી. જેટલો સમય મળે છે તે યોગ વિધાના શિક્ષક તરીકે વાપરી નાંખે છે. પરંતુ તેનું જે કિંમતી વૈજ્ઞાનિક જ્ઞાન છે તેનાથી કદાચ જગત વંચિત રહી જશે એવો મને ડર છે. યુરોપની કૃત્રિમ જ નહીં, પરંતુ સાવ અકુદરતી અને અવળી જીવન પધ્ધતિને કારણે સ્ત્રી અને પુરૂષ બન્નેનો કુદરતી વિકાસ રુંધાય છે. સ્ત્રીત્વ અને પુરૂષત્વ બન્ને રુંધાય છે. 012 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60