Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 12
________________ સહનશીલતા, ત્યાગ, તપશ્ચર્યા, સંકોચશીલતા વગેરે ગુણો. સ્ત્રીત્વ એટલે માતૃત્વ, માતૃભાવના, પ્રેમ, વાત્સલ્ય, સમર્પણભાવ વગેરે ગુણો. આ ગુણોથી જ સ્ત્રી શોભે છે. જે સ્ત્રીમાં આવા સ્ત્રી સહજ સદગુણો ન હોય તે સ્ત્રી તરીકે નહીં શોભે, પરંતુ પુરૂષની નકલખોર લાગશે. આનો અર્થ એ થયો કે જેનામાં સ્ત્રીત્વ નથી તે સ્ત્રીઓમાં તેમજ પુરૂષોમાં માનપાત્ર નહીં બને. હવે ખુબી એ છે કે, સ્ત્રીનું સ્ત્રીત્વ સાડી મારફત જ વધારે ખીલે છે. આ દલીલ કોઈને વિવાદાસ્પદ લાગે અને જે બહેનો સાડીનો વિરોધ કરે છે તેમને કદાચ ગળે ના ઉતરે. પરંતુ સાડી વિષે ઘણાં વરસોના ચિંતનમનન પછી મને એમ ખાતરી થઈ છે કે, સાડી ફક્ત દેહ લાલિત્ય અને બાહ્ય સુંદરતા અર્પે છે એટલું જ નથી. સાડીનું ખરું મહત્વ એ છે કે તે સ્ત્રીની આંતરિક સુંદરતા અને સ્ત્રીના સ્ત્રીત્વને પ્રગટાવે છે, ખીલવે છે, વિક્સાવે છે. આ બાબત આપણે થોડીક વિગતે સમજવી જોઈએ. આ માટે આપણે યુરોપમાં કેવી સ્થિતિ છે તેનો વિચાર કરીએ. ત્યાં સ્ત્રી-પુરૂષ સમાનતાને નામે સ્ત્રીને તમામ બાબતમાં પુરૂષની નકલખોર બનાવી છે. પરિણામે પુરૂષ જે કાંઈ કામ કરે તે સ્ત્રી પણ કરવા લાગી છે. તેથી પુરૂષના તમામ દુર્ગુણો સ્ત્રીમાં પણ પ્રવેશ્યા છે. પુરૂષ નોકરી કરે અને કમાય તો સ્ત્રી પણ નોકરી કરે અને કમાય, પુરૂષ સીગરેટ, દારૂ પીએ, તો સ્ત્રી પણ સીગરેટ, દારૂ પીએ, પુરૂષ બસનો ડ્રાઈવર બને તો સ્ત્રી પણ બસની ડ્રાઈવર બને, પુરૂષ અભિમાન કરે તો સ્ત્રી પણ અભિમાન કરે, આમ દરેક વાતમાં સ્ત્રી પુરૂષની નકલ કરે, હરિફાઈ કરે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે સ્ત્રીનું સ્ત્રીત્વ ઘટતું જાય, કરમાતું જાય અને પુરૂષ સહજ મિથ્યાભિમાન વધતુ જાય. આ કુદરત વિરોધી પ્રક્રિયા છે. પરિણામે યુરોપની કુટુંબ વ્યવસ્થામાં ગંભીર ગોટાળા ઊભા થયા છે. જેમ કે ત્યાં છુટાછેડાનું પ્રમાણ બેહદ વધી ગયું છે. જે લગભગ ૫૦ % ટકા સુધી પહોંચી ગયું છે, જેટલા લગ્ન થાય તેમાંથી ત્રીજા ભાગના લગ્ન પાંચ વરસમાં જ ભંગ થાય છે. દસ વરસ લગ્ન જીવન સરળતાથી ચાલે તો ત્યાં આશ્ચર્ય ગણાય. બાળકો ૧૫ વરસના થાય ત્યાં સુધી બે કે ત્રણ બાપ બદલી જાય, ગામ બદલી જાય, ઘર બદલી જાય. હજારો નહીં, બલ્કે લાખો ને લાખો માણસો હવે લગ્ન કરતાં જ નથી અને સ્ત્રી પુરૂષો કોન્ટ્રાકટ કરે છે, જે પણ ગમે ત્યારે ભાંગી પડે છે. આ બધા લક્ષણો સુવ્યવસ્થિત સમાજના નથી, પણ વેરવિખેર સમાજના છે. એટલે સ્ત્રી પુરૂષને રવાડે ચડે તેમાં આખા સમાજનું પતન છે. સ્ત્રીએ પુરૂષને રવાડે ચડવું એટલે સ્ત્રીત્વ છોડવું અને કૃત્રિમ પુરૂષ બનવું. આ કુદરત વિરોધી છે અને અશક્ય છે. છતાં પણ આ પ્રક્રિયા આખા યુરોપમાં ખૂબ પ્રસરી ગઈ છે અને તેના બહુ ખરાબ પરિણામો યુરોપ અમેરીકા ભોગવી રહ્યાં છે. એટલે પાયાની સમજવાની વાત એ છે કે, સ્ત્રી અને પુરૂષ એક સરખા નથી. બન્નેના સ્વભાવ જુદા છે. બન્નેના વ્યક્તિત્વ જુદા છે. બન્નેના કાર્યક્ષેત્ર પણ જુદા છે. બન્નેની દેહ રચના જુદી છે, બન્નેની આકાંક્ષાઓ, અપેક્ષાઓ જુદી છે. બન્ને એક બીજાના પૂરક છે. એકબીજાની હરિફાઈ કરવા માટે નથી. પરંતુ એકબીજાને મદદરૂપ થવા માટે છે. બન્નેના સ્વાભાવિક લક્ષણો જુદા જ છે. સ્ત્રી ઘર અને બાળકો સંભાળવાનું કુદરતી રીતે જ પસંદ કરે છે. Jain Education International 010 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60