Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ મિથ્યાજ્ઞાન તત્ત્વવિષયક ન હોવાથી તેનું ગ્રહણ નહિ થાય. આશય એ છે કે સ્વાવાદ શૈલીએ કથંચિ નિત્યાનિત્યસ્વાદિ અનંતધર્માત્મક વસ્તુ છે. વસ્તુના એક અંશને લઈને જ્યારે એકાંતે નિત્યતાદિનો તે તે વસ્તુમાં પ્રતિભાસ થાય છે ત્યારે નિત્યત્વાદિ ધર્મથી ઈતર અનિત્યત્વાદિ ધર્મનો નિષેધ થાય છે. આ રીતે ઈતરાંશના નિષેધ સાથેના(સમનિયત) સ્વજ્ઞાનના વિષયભૂત સ્વને તત્ત્વ મનાતું નથી. મિથ્યાજ્ઞાન એ રીતે તત્ત્વસંવેદનવાળું હોતું નથી પરંતુ ઈતરાંશનિષેધાવચ્છિન્ન(સમનિયત)વિષયના સંવેદનવાળું હોય છે. તેથી તત્ત્વ પદના નિવેશથી તેનું ગ્રહણ થતું નથી.. ઈત્યાદિ સ્વયં સમજી લેવું. અથવા ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. આવી જ રીતે સભ્ય પદનું ઉપાદાન ન કરે તો અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનને પણ તત્ત્વસંવેદનસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેનું જ્ઞાન સ્યાદ્વાદમુદ્રાએ તાત્ત્વિક હોય છે અને પ્રવૃજ્યાદિથી ઉપહિત પણ હોય છે. પરંતુ તે સમ્યક પ્રવૃજ્યાદિથી ઉપહિત હોતું નથી. તેથી સભ્ય પદના ઉપાદાનથી; અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનનું ગ્રહણ નહિ થાય. અવિરતસમ્યગ્દષ્ટિ આત્માઓને સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાન હોય છે. વિરતિ ન હોવાથી તેની અપેક્ષાએ અજ્ઞાન હોય છે. મિથ્યાત્વીઓને તો અજ્ઞાન જ હોય છે અને પૂ. સાધુભગવંતોને સમ્યગ્દર્શન અને વિરતિ હોવાથી જ્ઞાન જ હોય છે. આથી સમજી શકાશે કે મિથ્યાત્વીની પ્રવૃત્તિ અજ્ઞાન-પ્રયોજ્ય છે. અવિરત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ જ્ઞાન અને અજ્ઞાન પ્રયોજ્ય છે અને પૂ. સાધુભગવંતોની પ્રવૃત્તિ જ્ઞાનપ્રયોજ્ય છે અર્થાત્ પ્રતિભાસ ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. મિથ્યાત્વીને થનાર પ્રતિભાસ, ' SિMSMSMSMSMSMS DિEDDIDED DIEDGE MSOdc/GTB/Sil

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60