________________
સિદ્ધ જ હોવાથી અજ્ઞાનાદિ જ્ઞાનસામાન્ય સ્વરૂપે જ્ઞાત છે.પરન્તુ નિષ્કપાપપ્રવૃત્તિ, સકમ્પપાપપ્રવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિ વિશેષના કારણ સ્વરૂપ જ્ઞાનમાં જે અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને સદ્નાનત્વ સ્વરૂપ ધર્મવિશેષ છે તેના જ્ઞાન માટે તે તે પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ લિગોની ઉપયોગિતા છે. અજ્ઞાનાદિ સ્વરૂપ જ્ઞાનમાં કોઈ પણ જાતિવિશેષ ન હોય તો તે પ્રવૃત્તિવિશેષ(નિષ્કપ પાપપ્રવૃત્તિવિશેષાદિ)નું કારણ નહિ બને. એ પ્રવૃત્તિવિશેષના જનક (કારણ) તરીકે જ્ઞાનવિશેષને જે ધર્મના લીધે મનાય છે, તે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો અહીં જનકતાવચ્છેદક તરીકે મનાય છે. અજ્ઞાનાદિમાં રહેલી જનકતાના અવચ્છેદક તરીકે અજ્ઞાનત્વ વગેરેને મનાય છે. તેનું અનુમાન કરવા માટે નિષ્કમ્પપાપપ્રવૃત્તિ વગેરે લિગો ઉપયોગી બને છે. [નિમ્પपापप्रवृत्तिनिष्ठजन्यतानिरूपितजनकता ( अज्ञाननिष्ठ - जनकता); વ્હિન્નિધાંચ્છિન્ના બનતાવાત્...આ અનુમાનથી અજ્ઞાનત્વ સિદ્ધ થાય છે. આવી જ રીતે તે તે અનુમાનથી જ્ઞાનત્વાદિ પણ સિદ્ધ થાય છે.] આથી સમજી શકાશે કે જ્ઞાનસામાન્યથી પ્રવૃત્તિસામાન્ય જન્ય હોવા છતાં પ્રવૃત્તિવિશેષ તો જ્ઞાનવિશેષથી જ જન્ય છે. જેને લઈને જ્ઞાનમાં વિશેષતા મનાય છે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો છે અને તેના અનુમાપક નિષ્કપાપપ્રવૃત્તિ વગેરે લિગો છે.
યદ્યપિ પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાનસામાન્ય કારણ હોવા છતાં મિથ્યાત્વમોહનીયકર્મના ઉદય વગેરેના કારણે જ્ઞાનસામાન્યથી પણ પ્રવૃત્તિવિશેષ થઈ શકે છે. તેથી જ્ઞાનમાં અજ્ઞાનત્વાદિસ્વરૂપ વિશેષ માનવાની આવશ્યકતા નથી. પરન્તુ આ રીતે મિથ્યાત્વમોહનીય
TO BE' Stud
૧૨
DO
ED
GPSC/GP/