________________
પિડ લઈ આવે તો આ અભ્યાહત દોષનો પ્રસંગ નહીં આવે. કારણ કે ગૃહસ્થોનું આગમન વંદન માટે છે. સાધુ માટે પિંડ લઈ આવવાનું તો પ્રાસંગિક છે; પરન્તુ આ રીતે અભ્યાહતદોષનો પ્રસંગ નિવારી શકાય તોય માલાપહત વગેરે દોષનું નિવારણ શક્ય નહીં બને. કારણ કે વાહનમાંથી નીચે સામાન ઉતારવાદિના કારણે અને સાધુઓને વહોરાવવા માટે મૂકી રાખવાના કારણે માલાપહત અને સ્થાપના વગેરે દોષોનો પ્રસંગ આવવાનો જ. ૬-૧૩ | તેરમા શ્લોકમાં મન્વિતમ્ આ પદથી સર્વસમ્પત્યરીભિક્ષામાં ગૃહસ્થ સંકલ્પ પણ ન ક્ય હોય (સાધુને વહોરાવવાનો સંકલ્પ પણ ન કર્યો હોય) એવા પિંડને ગ્રહણ કરવાનું જણાવ્યું છે. પરંતુ એવો પિંડ મળી શકશે નહિ એવી શંકા કરનારના આશયને જણાવાય છે
नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ॥६-१४।।
આ રીતે સંકલ્પિત પિંડ પણ ગ્રહણ કરવા માટે યોગ્ય ન હોય તે સારા ગૃહસ્થોના ઘરે ભિક્ષા માટે સાધુભગવન્તોએ જવું યોગ્ય નથી. કારણ કે તેઓ પોતાનું જ પેટ ભરનારા નથી હોતા. રાંધવા વગેરેના વિષયમાં પોતાના અને બીજાના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે હનન, પચન અને કયણ (ખરીદવું) દ્વારા પિંડ બનાવતી વખતે સાધુઓને આપવાનો જેમાં સંકલ્પ ન હોય એવો જ પિંડ ગ્રહણ કરવાનો હોય તો સારા બ્રાહ્મણ વગેરે સગૃહસ્થોનાં ઘરોમાં સાધુઓને ભિક્ષા લેવાનું જ યોગ્ય નહિ બને. કારણ કે તે સગ્રુહસ્થો રાંધવા વગેરેની પ્રવૃત્તિમાં સ્વ અને પર
GEEEEEEEEEEEEEE, NEET, EDIS|DF\ BFDIF]\P