________________
उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः । सङ्कल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया ॥६-१६॥
“યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવાય છે. રાંધતી વખતે પોતાને વાપરવા માટેના ભાત વગેરે કરતાં વધારાના દાન માટેના ભાત વગેરેમાં, “આટલા કુટુંબ માટે અને આટલા અર્થીઓ અને પુણ્ય માટે આ રીતે વિષયના વિભાગથી યુક્ત જે સંકલ્પ છે, તેનાથી યુક્ત પિંડ છે.” આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે રાંધતી વખતે જ પોતાના વપરાશ કરતાં વધારે પ્રમાણમાં રાંધવા લીધેલા પિંડમાં ઉપર જણાવ્યા મુજબ વિષયવિભાગ કરીને જે પિંડ તૈયાર થયો હોય તે ભાવર્થિક અને પુણ્યાર્થિક પિંડના નિષેધનો વિષય સમજવો. એ વાતને જણાવતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પોતાના માટે ઉપયોગમાં લેવાના ઓદનાદિ(ભાત વગેરે)થી જુદા દાન માટેના વધારાના ભાત વગેરેમાં રાંધતી વખતે, ‘આટલું કુટુંબ માટે અને આટલું સકલ અથ કે પુષ્ય માટે આ પ્રમાણે સક્કલ્પ કરવો તે દુષ્ટ છે. આ યાવર્થિક અને પુણ્યાર્થિક પિંડના વિષય છે. આથી સમજી શકાશે કે શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબના એ નિષેધ પણ પિંડેવિશેષને આશ્રયીને છે. સત્તરમા શ્લોકથી આ વાત સ્પષ્ટ થશે. ૬ -૧૬
ઉપર જણાવેલો યાવર્થિક અને પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય છે, તેનાથી બીજે પિંડ ગ્રાહ્ય છે. વાવર્થિક વગેરે પિંડ સર્વ સામાન્ય રીતે દુષ્ટ નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ રાંધતી વખતે જે વિષયવિભાગથી યુક્ત પિંડ છે તે દુર છે -એ આ પૂર્વે જણાવ્યું છે. હવે જે પિંડ દુર – અગ્રાહ્ય નથી તે જણાવાય છે –
DDDDDDD; Dિ