________________
છે. પરંતુ જેને બીજાના ગુણો જણાતા નથી અને પોતાના પણ ગુણદોષો જણાતા નથી એવા આત્માને ગુણવત્પાતત્યનો વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી. બીજાના ગુણો તરફ દૃષ્ટિ જાય અને પોતાના ગુણદોષનું ભાન થાય તો ગુણવત્યારતન્યનો થોડો પણ વિચાર કરી શકાય. ગુણની લાલચ લાગે અને દોષો પ્રત્યે નફરત જાગે
ત્યારે ગુણવત્યારતત્ર્ય માટે કહેવું નહિ પડે, સ્વાભાવિક જ તે ત્યારે પ્રાપ્ત થયેલું હશે.
આ રીતે શ્લોકના પ્રથમ ત્રણ પાદથી ગુણવત્પારતવ્યનો આદર કોણ કરતો નથી એ જણાવીને ચોથા પાદથી શ્લોકમાં, ગુણવત્યારતવ્યનો આદર કોણ કરે છે તે જણાવ્યું છે. નજીકના 'કાળમાં જેને મહોદય-મોક્ષની પ્રાપ્તિ થવાની છે એવા આત્માઓ ગુણવત્યારતવ્યનો આદર કરતા નથી એવું નથી અર્થાત્ તેઓ તેનો આદર કરે છે. મોક્ષની પ્રાપ્તિ નજીકમાં હોવાથી એવા આત્માઓની યોગ્યતા શ્રેષ્ઠ કક્ષાની હોય છે. સ્વભાવસિદ્ધ કર્મલઘુતાને લઈને એ આત્માઓને ગુણની પ્રાપ્તિ અને દોષની નિવૃત્તિ ખૂબ જ સરળતાથી થતી હોય છે. ૬-૨૮,
ગુણવદ્ ગુરુજનોના પારતવ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે -
गुणवबहुमानाद् यः कुर्यात् प्रवचनोन्नतिम् । अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नति: परा ॥६-२९॥
ગુણવદ્ ગુરુજનો પ્રત્યે બહુમાન રાખવાથી જે પ્રવચનની ઉન્નતિ-પ્રભાવનાને કરે છે તેને અને બીજાને તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી તે શ્રેષ્ઠ કોટિની ઉન્નતિને પામે છે.”- આ
GિDF,DF\ 5|DF\SqDE
N ISSED DIED, GિloggggggS૪ ://
ggglf