________________
ઉપર જણાવ્યા મુજબ ગુણવત્યારતવ્ય દ્વારા ગુણવદ્ધહુમાનને પ્રાપ્ત કરનાર આત્માને જે પ્રાપ્ત થાય છે, તેથી તદ્દન વિપરીત રીતે ગુણવદ્ ગુરુજનોની નિન્દાદિ દ્વારા ગુણવન્તોની પ્રત્યે જેઓ બહુમાન રાખતા નથી, તેમને જે મળે છે તે જણાવાય છે –
यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥६-३०॥
અજ્ઞાનથી પણ જે જીવ શાસનની મલિનતામાં પ્રવર્તે છે; તે મહાન અનર્થના કારણભૂત મિથ્યાત્વનો બન્ધ કરે છે.' આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે લોકમાં વિરુધ એવી ગુણવદ્ ગુરુજનોની નિંદા વગેરે દ્વારા પ્રવચનનો ઉપઘાત કરવા સ્વરૂપ શાસનની મલિનતામાં અજ્ઞાનથી પણ જે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે મહાન અનર્થને કરનારું મિથ્યાત્વ-કર્મ બાળે છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની મલિનતા કરાવવાના અવસરે જ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય થવાથી, દુઃખે કરી જેનો અન્ત આવી શકે એવા સંસારરવરૂપ વનમાં પરિભ્રમણના કારણભૂત મિથ્યાત્વમોહનીયર્મનો બન્ધ થાય છે. ગુણવાન પુરુષોની નિન્દા એ લોકવિરુદ્ધ કૃત્ય છે. એનાથી લોકો એમ વિચારે છે કે આ તે કેવું શાસન છે ? અહીં તો ગુણવાનની પણ નિન્દા કરાય છે' - આ રીતે પ્રવચનનો ઉપવાસ થવાથી શાસનની મલિનતા કરાવાય છે અને તેથી મિથ્યાત્વનો બન્ધ થાય છે.
શ્રી અષ્ટપ્રકરણમાં એ અર્થને વર્ણવતાં ફરમાવ્યું છે કેઅજ્ઞાનથી પણ જે સાધુમહાત્મા વગેરે શાસનની મલિનતા સ્વરૂપ
GDF\ EI, DIN DINESE DE P
ANEET BE DEE DEENDS D