Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ જોનારાને એમ થાય કે ‘જૈનોનો માર્ગ(મોક્ષમાર્ગ) પ્રધાન પુરુષ (પ્રવર્તક-નાયક) વિનાનો છે.’- આવા પ્રકારના લોકપ્રવાદના કારણે મોક્ષમાર્ગની(શાસનની) મલિનતા થાય છે, જે સ્વ-પરને મિથ્યાત્વનું કારણ બને છે. આ રીતે જનપ્રવાદસ્વરૂપ માર્ગબાધાના કારણે શાસનની મલિનતા થતી હોવાથી ગુણવત્સારતત્ર્યથી જ ગુણની સમગ્રતા થાય છે. શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોને અનુસરી રત્નત્રયીની આરાધનાનો જેઓએ પ્રારંભ કર્યો છે; એ આત્માઓની ઈચ્છા; જ્ઞાનાદિગુણોને પૂર્ણ કરવાની હોય એ સમજી શકાય છે. એ ઈચ્છાને છોડીને બીજી કોઈ પણ ઈચ્છા સાધુપણામાં સારી નથી. અનાદિ કાળથી અપૂર્ણ તો છીએ. પરન્તુ પૂર્ણ બનવા માટેની આરાધનાનો આરંભ કર્યા પછી પૂર્ણ બનવામાં જે જે અવરોધો છે-એને ખૂબ જ પ્રયત્નપૂર્વક સમજી લેવા જોઈએ. આમ જોઈએ તો સાધુની સમગ્રતા અનેક પ્રકારની હોવાથી તેના સાધક અને અવરોધક અનેક છે. પરન્તુ એ બધાને એકમાં સમાવીને આ શ્લોકમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વેચ્છાચાર સાધુની સમગ્રતાનો અવરોધક છે અને ગુણવત્પારતત્ર્ય સાધુની સમગ્રતાનું સાધક છે. એ બે તરફ દૃષ્ટિ સ્થિર થઈ જાય તો મુનિજીવનમાં ક્યારેય લક્ષ્યવિમુખ થવાનો પ્રસંગ નહિ આવે. બધી જ અવદશાનું મૂળ સ્વેચ્છાચાર(સ્વચ્છન્નતા) છે અને બધી જ ઉચ્ચદશાનું મૂળ ગુણવત્ત્પારતત્ર્ય છે – એમાં કોઈ સંદેહ નથી. સદેહ એટલો જ છે કે ખરેખર જ સાધુસમગ્રતા આપણને જોઈએ છે ? આ પ્રશ્નનો જવાબ આપી શકાય એવો નથી. એનો જવાબ અનુકૂળ - EEEEEE GL/DE ૫૪

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60