________________
ઉપયોગ રાખવો જોઈએ કે જેથી અજ્ઞાનપણે પ્રવચનની હીલનામાં નિમિત્ત બની ના જવાય. જેટલો ભય અશાતા, અન્તરાય અને અપયશાદિ કર્મનો છે, એટલો ભય મિથ્યાત્વનો લાગે તો શાસનની મલિનતા કરવાથી આત્માને દૂર કરી શકાય. કેટલીક વાર અજ્ઞાન અને કદાગ્રહના કારણે શાસનની મલિનતા આપણાથી થઈ જતી હોય છે. ત્યારે પણ આપણને તો એમ જ લાગતું હોય છે કે આપણે વિશિષ્ટ કોટિની આરાધના કરીએ છીએ. એમાં આપણું અજ્ઞાન અને આપણો કદાગ્રહ કામ કરતો હોય છે. આવી સ્થિતિમાં ગુણવદ્ ગુરુજનોનું પારત ખૂબ જ ઉપયોગી બને છે. ભાવશુદ્ધિ માટે એના વિના બીજો કોઈ જ ઉપાય નથી....ઈત્યાદિ શાન્ત અને સ્થિર ચિત્તે વિચારવું. ૬-૩ળા
મહાન અનર્થના મૂળમાં જે શાસનનું માલિન્ય છે તેનું કારણ જણાવાય છે -
स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामग्र्यं गुणवत्पारतन्त्र्यतः ॥६-३१॥
“બાલજીવોનો સ્વેચ્છાચાર પ્રવર્તે ત્યારે માર્ગનો બાધ થવાથી શાસનનું માલિન્ય થાય છે. તેથી ગુણવત્પારતન્યના કારણે ગુણોની પૂર્ણતા થાય છે.”- આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બાલ જીવો અજ્ઞાની હોય છે. અજ્ઞાનના કારણે પોતાના હિતાહિતના પરમાર્થથી તેઓ અનભિજ્ઞ હોય છે. પોતાને જે ઉચિત લાગે અને પોતાને જે ગમે તે પ્રમાણે તેઓ કરતા હોય છે. આવા બાલજીવોનો સ્વેચ્છાચાર જ્યારે પ્રવર્તતો હોય છે ત્યારે તે
|િDF\SqDDDDED
FDF\ BFDDF\D DDD