________________
પ્રવચનનો ઉપઘાત થાય એવું કાર્ય કરે છે; તે સાધુમહાત્મા વગેરે બીજાને ચોક્કસ જ મિથ્યાત્વમોહનીયકર્મના બન્ધનું કારણ બને છે; તેથી તે પોતે પણ એ મિથ્યાત્વમોહનીયકર્મનો જ સારી રીતે બન્ધ કરે છે. જે સર્વ અનર્થને કરનારું, ભયંકર દારુણવિપાકવાળું અને લાંબા કાળ સુધીના સંસારનું કારણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, છકાય જીવોની પ્રત્યે દયાના પરિણામવાળા પૂ. સાધુભગવન્તો વગેરે અજ્ઞાનથી પણ લોકવિરુદ્ધ આચરણથી આહાર-નીહારાદિના વિષયમાં પ્રવચનનો ઉપઘાત કરે તો તે પાતાને અને બીજાને દુર્લભબોધિ બનાવે છે. ગુણવદ્ ગુરુજનોની નિન્દાદિ સ્વરૂપ દુષ્ટ આચરણથી તેઓ પ્રવચનની હીલના કરાવે છે. જેથી બીજા જીવોને મિથ્યાત્વના બન્ધનું તે કારણ બને છે. તેમ જ બીજા જીવોને પ્રવચનમાં મિથ્યાત્વની બુદ્ધિ થાય છે. એટલે કે પ્રવચનના ઉપઘાતક કૃત્યથી બીજા જીવોને પ્રવચન જ મિથ્યા ભાસે છે આ રીતે બન્ને પ્રકારે પ્રવચનનો ઉપઘાત બીજા જીવોના મિથ્યાત્વનું કારણ બને છે. તેને લઈને પ્રવચનનો ઉપઘાત કરનારને મહાન અનર્થના કારણભૂત એવા મિથ્યાત્વનો જ નિકાચિત બન્ધ થાય છે. કોઈ શુભકર્મનો બન્ધ થતો નથી. તેમ જ મિથ્યાત્વનો સામાન્ય બન્ધ પણ થતો નથી.
૪
શાસનમાલિન્ગનિષેધાટકના બીજા શ્લોકમાં ‘મિથ્યાત્વ’નું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે તે સંસારનું પરમકારણ છે. વિપાકને આશ્રયીને દારુણ છે, ભયંકર છે અને સઘળાય વિઘ્નોનું કારણ છે. આવું મિથ્યાત્વ; ઉપર જણાવ્યા મુજબ પ્રવચનની હીલના થાય એવા કૃત્યથી બન્ધાય છે. પૂ. સાધુભગવન્તાદિએ આથી સતત
RECEDED ODO DO DODO DE DEDD
૫૨
DDDD EDULEGG/]