________________
નિમિત્ત અને મોક્ષના સુખને આપનારું છે.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનનું મૂળ સમ્યગ્દર્શન છે. એ શાસનની પ્રભાવના બીજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવવાથી થાય છે અને તેથી પોતાને અનુત્તર કોટિનું તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તેની અનુત્તરતાને જણાવવા માટે અહીં ચાર વસ્તુઓ જણાવી છે. અનન્તાનુબી(અનન્તસંસારનું કારણ બનનાર)ના કષાયોનો જે ઉદય છે, એને અહીં તીવ્રસંક્લેશ તરીકે વર્ણવ્યો છે. એવો તીવ્રસંકલેશ જ્યાં ક્ષય પામ્યો છે; એવું સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિય સ્વરૂપ લિંગોને અહીં ગુણો તરીકે વર્ણવ્યાં છે. અપરાધીને વિશે પણ ચિત્તથી પ્રતિકૂળ ચિન્તન ન કરવા સ્વરૂપ પ્રશમ છે. મોક્ષ પ્રત્યેનો તીવ્ર અભિલાષ સંવેગ છે. પુણ્યના યોગે સુખમય જણાતા પણ સંસારથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છાને નિર્વેદ કહેવાય છે. દીન, દુ:ખી અને ધર્મહીન જીવોની પ્રત્યે દ્રવ્યદયા અને ભાવદયા સ્વરૂપ અનુકમ્પા બે પ્રકારની છે અને શ્રી વીતરાગપરમાત્માનું વચન અસત્ય હોય જ નહિ એવા દૃઢ વિશ્વાસ સ્વરૂપ આસ્તિક્ય છે. આ પ્રશમાદિ ગુણોથી અન્વિત સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રશમાદિ પાંચ ગુણોની જેમ; શ્રી જિનવચનમાં કુશલતા, પ્રભાવના, આયતનસેવના, સ્થિરતા અને ભક્તિ : આ પાંચ ગુણોથી યુક્ત સમ્યગ્દર્શન અનુત્તર કોટિનું હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી નરક અને તિર્યંચ્ચ ગતિનાં દ્વાર તો બંધ થાય છે, તેથી દેવતા અને મનુષ્ય સંબન્ધી સર્વ સુખોનું નિમિત્ત સમ્યગ્દર્શન બને છે અને પરંપરાએ તે સિદ્ધિના સુખને આપે છે. તેથી સમ્યગ્દર્શનની અનુત્તરતા સિદ્ધિસુખાવહત્વ સ્વરૂપ છે. ૬-૨૯॥
AR AR ALL ALL R ૫૦
[7]
EEEEEE
L/C
DODO
D]