________________
પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે ગુણવત્પારતન્યના કારણે પોતાની ગુણહીનતાનો અને દોષપૂર્ણતાનો
ખ્યાલ આવે છે. તેની સાથે ગુણવદ્ ગુરુજનોની ગુણવત્તાનો પણ પરિચય થાય છે. તેથી ગુણવદ્ ગુરુજનોની પ્રત્યે બહુમાન પ્રગટે છે. એ બહુમાનને લઈને ગુણવદ્ ગુરુજનોની સાથેનો વિનય અને વિવેકાદિ પૂર્ણ આપણો વ્યવહાર જોઈને જોનારાને એમ થાય છે કે “કેટલું અદ્ભુત છે આ જૈન શાસન ! જ્યાં આવું બહુમાન કરાય છે.......... આવા પ્રકારની ઘણા લોકો દ્વારા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનની પ્રશંસા થવાથી જ્ઞાનાદિગુણોથી ગુણવદ્ ગુરુજનોના બહુમાનથી પ્રવચનની ઉન્નતિ-પ્રભાવના થાય છે. આ રીતની બહુજનશ્લાઘા સ્વરૂપ પ્રવચનોન્નતિના કારણે પોતાને અને બીજાને શ્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી પ્રવચનની ઉન્નતિ કરનારની શ્રેષ્ઠ કોટિની શ્રી તીર્થકરપણું વગેરે પ્રાપ્ત કરવા સ્વરૂપ ઉન્નતિ થાય છે અર્થાત્ એ રીતે પ્રવચનની ઉન્નતિ કરનારને શ્રી તીર્થકરપદની કે શ્રી ગણધરપદ વગેરેની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાર્ય, કારણને અનુરૂપ જ થતું હોય છે. જેવું કારણ હોય તેવું કાર્ય થાય. પ્રવચનની ઉન્નતિ અહીં કારણ છે, તેથી તેને અનુરૂપ શ્રેષ્ઠ કોટિની ઉન્નતિ સ્વરૂપ કાર્યની પ્રાપ્તિ થાય-એ સમજી શકાય છે.
આ વાતને જણાવતાં શ્રી અટકપ્રકરણમાં જણાવ્યું છે કે જે પોતાની શક્તિ અનુસાર શાસનની ઉન્નતિ-પ્રભાવના માટે પ્રયત્ન કરે છે તે પણ બીજાને સમ્યગ્દર્શનની પ્રત્યે કારણ બનીને તે અનુત્તર સમ્યગ્દર્શનને જ પ્રાપ્ત કરે છે. જે સમ્યગ્દર્શનતીવ્ર સંકલેશથી રહિત છે; પ્રશમ, સંવેગ અને નિર્વેદાદિ ગુણોથી યુક્ત હોય છે; સર્વ સુખોનું
F\ EIFENDINDIGENEF\ E
, NE DIF\ EID-DINDIGENDED