Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ તેમ જ રાગદ્વેષની ઉદ્રિતતાના અભાવે ફક્યારે પણ સ્વાગ્રહ થતો નથી. મોહની(મોહાદિની) ઉદ્રિતતા(ઉત્કર્ષ)ના અભાવનું સાધન ગુણવત્પારતન્ય છે.” ગુણવત્પારતન્ય મોહના અનુર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષા પ્રદાન અને સૂત્રસંબન્ધી ઉદ્દેશ, સમુદ્દેશ તથા અનુજ્ઞા વગેરે સ્વરૂપ કાર્યપ્રસંગે (દીક્ષા પ્રદાનાદિ) ક્ષમાશ્રમણોના(પૂર્વકાળના પરમર્ષિઓના) હસ્તે હું આવું છું. સ્વતંત્રપણે નહિ, આ પ્રમાણે કહે છે. કારણ કે એ પ્રમાણે બોલવા વડે ભાવથી ગુરુપારતન્યની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મોહનો અપકર્ષ થવાથી અતિચારની શુદ્ધિ થાય છે. કહેવાનો આશય એ છે કે આગમના જ્ઞાતા એવા ગીતાર્થ મહાત્માઓ પણ; શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ દીક્ષા પ્રદાન કે સૂત્રના ઉદ્દેશાદિ કાર્ય કરવાના પ્રસંગે દરેક કાર્યમાં, આ હું નથી કરતો પરંતુ ક્ષમાશ્રમણોના હસ્તે કરાય છે-એમ બોલતા હોય છે. એનાથી ગુણવપુરુષોનું પારતન્ય ભાવથી પ્રાપ્ત થાય છે અને તેથી તે તે મહાન કાર્યો કરતી વખતે કાર્ય કરનાર મહાત્માઓને અહંકારાદિ દોષો ઉદ્દભવતા નથી, જેથી ગુણવત્યારત... આ રીતે અતિચારનું શોધક બને છે. અષ્ટપ્રકરણમાં પણ એ પ્રમાણે કર્યું છે કે ગુણવત્પારતન્ય મોહના અનુત્કર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષા પ્રદાનાદિ દરેક કાર્યપ્રસંગે ‘ક્ષમાશ્રમણોના હાથે આ પ્રમાણે અવશ્ય બોલે છે. આથી સમજી શકાશે કે આગમના જાણકાર પણ મોહના છાસ માટે ભાવથી ગુરુષારતન્યનો સ્વીકાર કરે છે. ગુરુપારત વિના ભાવની શુદ્ધિ કોઈ પણ રીતે શક્ય નથી. ગમે તેટલી કપાયની પરિણતિ મંદ હોય અને ગમે તેટલી આગમની EDIT DISDF\ BFDGENEFITS OF DIG BIG IN E

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60