________________
દ્રષ)રહિત અવસ્થાને ભાવશુદ્ધિ કહેવાય છે. ગીતાર્થમહાત્માઓના ઉપદેશનું અવધારણ કરવાની જેનામાં યોગ્યતા નથી તેને અપ્રજ્ઞાપ્ય (અપ્રજ્ઞાપનીય) કહેવાય છે. શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા કરતાં પણ અધિક એવી પોતાની કલ્પનાના અભિનિવેશને સ્વાગ્રહ કહેવાય છે. અને વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો જીવનો સ્વાભાવિક જે પરિણામ છે તેને માર્ગ કહેવાય છે. આથી સમજી શકાશે કે જે ભાવશુદ્ધિ માર્ગોનુસારિણી હોય, પ્રજ્ઞાપનીયની હોય અને સ્વાગ્રહથી શૂન્ય હોય તે જ જાણ્ય-ઉચિત છે.
ગુણવત્ત ગુરુદેવશ્રીનું પારત જેઓ સ્વીકારતા નથી, તેમની શાન્તપરિણતિ માર્ગને અનુસરનારી હોતી નથી. તેઓ પોતાની જાતને પરમગીતાર્થ માનતા હોવાથી બીજા કોઈ પણ ગીતાર્થ મહાત્માઓનો પરમતારક ઉપદેશ ઝીલવાની યોગ્યતાથી રહિત હોય છે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખવાના બદલે પોતાની પ્રતિકલ્પના ઉપર તેમને વધારે વિશ્વાસ હોવાથી દરેક વસ્તુના વિષયમાં તેમને ચિકાર આગ્રહ હોય છે. આવા બાલ જીવોની (અજ્ઞાનીઓની) ભાવશુદ્ધિ ન્યાય્ય મનાતી નથી. કારણ કે તેઓ ગુણવત્ત ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાને આધીન નથી.
જામ્ય કોટિની ભાવશુદ્ધિનું વર્ણન કરતાં શ્રી અષ્ટપ્રકરણમાં ફરમાવ્યું છે કે-“આ ભાવની શુદ્ધિ પણ (મનની અસલિશ્યમાનતા પણ) મોક્ષમાર્ગના અનુસરણના સ્વભાવવાળી હોવી જોઈએ, આગમના અર્થના ઉપદેશ સ્વરૂપ પ્રજ્ઞાપના જેમાં અત્યન્ત પ્રિય છે એવી હોવી જોઈએ અને શાસ્ત્રપ્રતિપાદિત અર્થથી વિલક્ષણ એવો જે સ્વાભિમત અર્થ; તેના અભિનિવેશથી રહિત હોવી જોઈએ.’ભાવશુદ્ધિમાં
SUNDDEDDDDD GS/NT | SUBS/BOOy9dB/6/7/