Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ સામગ્ર દુઃખના ઉચ્છદ સ્વરૂપ છે, જે કર્મમાત્રના ઉચ્છેદથી થઈ શકે છે. સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ વિના સાધુભગવન્તોની સમગ્રતા સિદ્ધ નહીં થાય. જ્ઞાનાન્વિત વૈરાગ્યના જ કારણે સર્વથા દુઃખોનો ઉચ્છેદ થાય છે. કારણ કે જ્ઞાનસહિત વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધ કરે છે. તેથી ભવિષ્યમાં કોઈ અપાય થતો ન હોવાથી દુઃખોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. કમિક દુઃખોનો ઉચ્છેદ થતો હોય તોપણ ભવિષ્યમાં જો અપાયની પ્રાપ્તિ થયા જ કરે તો સર્વથા એ દુઃખોચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. જ્ઞાનસહિત વૈરાગ્ય સ્થળે એવું બનતું નથી. જ્ઞાનના કારણે અપાયની શક્તિ જ પ્રતિબદ્ધ થાય છે અને તેથી વૈરાગ્ય વિના પ્રતિબંધે દુઃખોનો ઉચ્છેદ કરી શકે છે. જ્ઞાનથી રહિત એવા બંને વૈરાગ્યમાં એ શક્ય થતું નથી. ત્યાં અપાયની શક્તિનો પ્રતિબન્ધ થતો નથી. કોઈ વાર શુભનો ઉદય થાય તો એ દશામાં ગુણવાન પુરુષોની આજ્ઞાને આધીન બની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય પોતાના નાશ દ્વારા જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. આ રીતે એ બને, જ્ઞાનાન્વેિતવૈરાગ્યમાં ઉપકારક અંગ બને છે. જોકે એ બંને વૈરાગ્ય જ્ઞાનસહિત નથી પરંતુ ગુણવાનજ્ઞાનીનું પારતન્ય, એના ફળને આશ્રયીને જ્ઞાનસહિત બને છે. જ્ઞાનની જેમ જ જ્ઞાનીભગવન્તનું પારતન્ય પણ અપાયશક્તિનો પ્રતિબન્ધ કરે છે. તેથી જ્ઞાન અને જ્ઞાનીના પારતન્યમાં એ દૃષ્ટિએ ભેદ નથી. આથી સમજી શકાશે કે પૂ.સાધુમહાત્માઓને તેમની સમગ્રતા-પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ્ઞાન જેટલું જ મહત્ત્વ જ્ઞાનીના પારતવ્યમાં છે. જ્ઞાનના અભાવે કોઈ વાર દુઃખ કે મોહથી અન્વિત ]િD]D]D]D]D]DDED G//bg/SUBMS STDF\ D]S|DFD]DDED /EdSİNS/EdSMS

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60