________________
જ્ઞાન; જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ બને-એ સ્પષ્ટ છે.
આ રીતે કર્મથી બન્ધાયેલા પ્રાણીમાત્રના કષ્ટને સ્યાદ્વાદ વિદ્યાથી જાણીને એ દુ:ખને તેઓ સંસારમૂલક જાણે છે. તેથી તેમને દુ:ખની પ્રત્યે નહિ પરન્તુ સંસારની પ્રત્યે ભય થાય છે. તેથી જ તેમનો વૈરાગ્ય; મોક્ષના ઉપાયભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રના સામ્રાજ્યને વિશે પ્રવૃત્તિમ ્ હોય છે. તેમની મન-વચન-કાયાની પ્રકૃષ્ટ વૃત્તિઓ રત્નત્રયીના સામ્રાજ્યમાં પ્રયુક્ત હોય છે. અને આવી પ્રવૃત્તિથી આચ્છાદિત તેમનો વૈરાગ્ય હોય છે. સંસારથી ભયભીત થવાના કારણે સંસારથી નિર્વિર્ણ બની એકમાત્ર મોક્ષના ઉપાયોનું આસેવન તેઓ સતત કરતા હોય છે. સંસારની નિર્ગુણતાનું જ્ઞાન વૈરાગ્ય દ્વારા સંસારથી મુક્ત કરાવનારું બને છે. મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીના પ્રકૃષ્ટ આચરણથી યુક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જ્ઞાન અને આચરણએ બંન્નેનો સંવાદ જ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં શરૂ થાય છે. અત્યાર સુધી જ્ઞાન અને આચરણનો કોઈ મેળ જ બેસતો ન હતો. એ મેળ બેસાડવાનું કાર્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા થાય છે. ૬-૨૪ ઉપર જણાવેલા ત્રણ વૈરાગ્યમાંથી જે વૈરાગ્યના કારણે સાધુની સમગ્રતા થાય છે-તે જણાવાય છે –
सामग्र्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः ।
अत्राङ्गत्वं कदाचित्स्याद् गुणवत्पारतन्त्र्यतः ॥६-२५।। ‘‘આ જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ પૂ.સાધુભગવન્તોની સમગ્રતા પૂર્ણ થાય છે. દુ:ખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય તો કોઈ વાર પોતાના વિનાશ દ્વારા ગુણવાન પુરુષોની આજ્ઞાનું પારતત્ર્ય કેળવવાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યના અંગ બને છે.’'આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ.સાધુમહાત્માઓનું
CEEDEEEEEE GOOGLED/
૪૧
[C] typte EEC