Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ સામર્થ્યથી યુક્ત છે. તેથી તે ભવિષ્યમાં અપાયકર બને અને તે નાશ પણ પામે. શરીરમાં તાવ આવ્યો નથી પરન્તુ અંદર પડી રહ્યો હોય તો ગમે ત્યારે તે આવશે. તેથી વર્તમાન આરોગ્ય; જેમ ભવિષ્યસમ્બન્ધી રોગશક્તિથી સમન્વિત હોવાથી સારું નથી, તે રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ અપાય અને પ્રતિપાત શક્તિથી સમન્વિત હોવાથી તે સારો નથી.... ઈત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. ॥૬-૨૩ા હવે જ્ઞાનાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે - स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् । तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ॥६- २४॥ ‘‘કર્મથી બન્ધાયેલા જીવોનાં કષ્ટોને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા આત્માઓને; મોક્ષના ઉપાયની પ્રવૃત્તિથી યુક્ત એવો ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે.''- આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ દુ:ખમય સંસારમાં દુ:ખથી સંત્રસ્ત જીવોની અવસ્થાને અને તેની કારણભૂત કર્મબદ્ધતાને જોઈને અને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને જેમને ભવનો ભય પેદા થાય છે, એવા આત્માઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. સર્વનયોના સમુદાય સ્વરૂપ વચનોને સ્યાદ્વાદ કહેવાય છે. એના પરિજ્ઞાનથી કર્મબદ્ધ જીવોના દુ:ખને જાણવાથી સંસારનો ભય ઉત્પન્ન થાય છે. કર્મબદ્ધ જીવોના દુ:ખનું સ્વરૂપ, તેનું કારણ અને તેના વિપાક વગેરેનું વાસ્તવિક જ્ઞાન સ્યાદ્વાદસ્વરૂપ વચનથી થાય છે. એ પરમતારક વચનોનું પરિજ્ઞાન ન હોય તો જીવોની કર્મબદ્ધતાદિનું યથાર્થ રીતે જ્ઞાન ન થાય અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નહિ થાય. સંસારનું કારણ, સંસારનું સ્વરૂપ અને તેનું ફળ : આ બધાનું વાસ્તવિક ન ४० DDDDDDDDD \_// ]

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60