________________
થવાથી જેને સંસાર પ્રત્યે દ્વેષ થયો છે, તે આત્માને કોઈ વાર ઇષ્ટ ન મળે તોપણ એમ જ થાય કે ‘સારું થયું ! તે ન મળ્યું ! અન્યથા રાગ થવાનો પ્રસંગ આવત’... આ વિચારથી દુ:ખ થતું નથી. ૬-૨૨॥ બીજા મોહાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् । शान्तस्यापि द्वितीयं सज्ज्वरानुद्भवसन्निभम् ॥ ६-२३ ॥ ‘“પ્રશમવન્તને પણ; એકાન્તે આત્માદિને નિત્ય કે અનિત્ય માનનારના દર્શનનું જ્ઞાન થવાથી ઉત્પન્ન થયેલા ભવની નિર્ગુણતાના દર્શનથી, તાવ આવવા પૂર્વેની અવસ્થા જેવો બીજો મોહાન્વિત વૈરાગ્ય હોય છે.'' - આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ વિશ્વના સકલ પદાર્થોનું સ્વરૂપ સમજાવતી વખતે કેટલાક દર્શનકારોએ સર્વથા અસદ્ અને વિનશ્વર સ્વરૂપે તેમ જ સર્વથા સદ્ અને અવિનશ્વર સ્વરૂપે પદાર્થોનું વર્ણન કર્યું છે. એ મુજબ આત્માને પણ સર્વથા અસદ્ અને વિનશ્વર અથવા સર્વથા સદ્ અને અવિનશ્વર (ફૂટસ્થનિત્ય-સહેજ પણ પરિવર્તન નહિ પામનાર) સ્વરૂપે તેઓ વર્ણવે છે. એ એકાન્તદર્શનકારોનાં શાસ્ત્રોના અભ્યાસાદિથી જે ભવની નિર્ગુણતાનું દર્શન થાય છે તેને લઈને શાન્ત માણસને પણ જે વૈરાગ્ય થાય છે, તે બીજો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય છે.
આશય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રના અભ્યાસથી જે વૈરાગ્ય થાય તે તો જ્ઞાનગર્ભિત હોવો જોઈએ. પરન્તુ એકાન્તદર્શનના પરિચયથી જે થાય જ્ઞાન છે તે વાસ્તવિક ન હોવાથી ખરી રીતે તો અજ્ઞાનવિશેષ સ્વરૂપ તે જ્ઞાન છે. તેથી તેનાથી ઉદ્ભૂત વૈરાગ્યને
HTT
Hub/DDDDDD
૩૮
CEEDED DTD/07/D/DOE