________________
જ્ઞાનગર્ભિત સ્વરૂપે વર્ણવ્યો નથી. વૈરાગ્ય પરમપદની પ્રાપ્તિના કારણ તરીકે અભીષ્ટ છે. આત્માને એકાતે અનિત્ય કે નિત્ય માની લેવામાં આવે તો કોઈ પણ રીતે આત્માને પરમપદની પ્રાપ્તિ થઈ શકે નહિ. સર્વથા વિનષ્ટને કે અપરિવર્તનશીલને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે નહિ-એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે જેનું ફળ જ નથી એવા વૈરાગ્યને મોદ્ગર્ભિત માનવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
આ મોગર્ભિત વૈરાગ્ય શાન્ત આત્માને પણ હોય છે. ક્રોધાદિ કષાયો જેના શાન્ત થયા છે તે પ્રશવન્ત આત્માને શાન્ત કહેવાય છે. પોતાને ઈષ્ટ એવા એકાન્તદર્શનના પરિચયથી ભવનિર્ગુણતાનું દર્શન થવાથી તે આત્માઓ ક્યાયાદિને શાન્ત કરી વૈરાગ્યથી વાસિત બને છે. પરન્તુ દિન-પ્રતિદિન એકાન્તદર્શનના અતિપરિચય મિથ્યાત્વાદિ ગાઢ બને છે અને તેથી ક્ષાયોની શાન્તાવસ્થાનું કોઈ ફળ મળતું નથી. તે દૃષ્ટિએ આ આત્માઓ લોકની દૃષ્ટિએ જ પ્રશમવન્ત દેખાય છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ તો એ અવસ્થા તાત્ત્વિક હોતી નથી.
મોગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવા શ્લોકના છેલ્લા પદથી દૃષ્ટાન્ત જણાવ્યું છે. શરીરમાં તાવ આવ્યો ન હોય પરંતુ તે આવવાની શક્યતા પૂર્ણપણે હોય અર્થાત્ શક્તિસ્વરૂપે તાવ શરીરમાં હોય તેનો વર્તમાનમાં ઉભવ (ઉદય) ન હોય અર્થ તાવ આવવાનો પૂર્વકાળ હોય ત્યારે વર્તમાનમાં સારું હોવા છતાં ભવિષ્યમાં જેમ અપાય છે, એવી જ રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ ભવિષ્યમાં અપાયનું જ પ્રદાન કરવામાં નિમિત્ત બનશે. સંસાર પ્રત્યે દ્વેષ થવાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ઉત્કટ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનના સંસ્કારોનો નાશ થયો ન હોવાથી વર્તમાન વૈરાગ્ય અપાય અને પ્રતિપાતના
GEEEEEEEEEEEEE
E
|DF\DF DF\ D]DF, PGD