________________
સંકલ્પ વિનાનો પિંડ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે પૂ.સાધુભગવન્તોને કે બીજા કોઈ અર્થીજનોને આપવાની ભાવના વિના ઘણા લોકો રાંધવાદિનો આરંભ કરતા હોય છે તેમ જ જે દેશમાં કે કાળમાં ભિલુકો ભિક્ષા માટે ફરતા જ નથી, એવા દેશમાં કે કાળમાં તે તે ગૃહસ્થો પોતાના માટે રાંધવાદિનો આરંભ કરતા હોય છે. એ બધાએ બનાવેલો પિંડ અસંકલ્પિત છે. તેથી ઘણી રીતે અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થઈ શકે છે.
યદ્યપિ આ રીતે અસંકલ્પિત પિંડને પ્રાપ્ત કરવાનું અત્યન્ત દુષ્કર છે અને તેથી આવી દુષ્કરચર્યાનો ઉપદેશ કરનારા આપ્તની આપ્તતા રહેતી નથી. પરંતુ ખરેખર તો આવો નિરવઘ ભિક્ષાનો માર્ગ બતાવવાના કારણે જ આપ્તપુરુષની આપ્તતા સુરક્ષિત છે. આપ્ત પુરુષોએ યતિધર્મને અત્યન્ત દુષ્કર તરીકે વર્ણવ્યો છે. અત્યન્ત દુર્લભ એવા મોક્ષની પ્રત્યે અત્યન્ત દુષ્કર જ એવો ધર્મ કારણ છે. કાર્યને અનુરૂપ જ કારણ હોય છે અને આવા અનુરૂપ કાર્યકારણભાવના પ્રણેતા ચોક્કસ જ આપ્ત પુરુષ છે. તેથી તેઓશ્રીમાં અનાખતા માનવાનો પ્રસંગ આવતો નથી. //૬-૧૮ના
મન, વચન અને કાયાથી શુદ્ધ એવા સાધુભગવન્તો સંકલ્પિત પિંડ ગ્રહણ કરે તો ક્યો દોષ છે : આ શક્કાનું સમાધાન કરાય છેसङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे । को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ॥६-१९॥
ગૃહસ્થ યતિઓને માટે સંકલ્પિત કરેલો પિડ, મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા પૂ.સાધુભગવન્તો ગ્રહણ કરે તો એમાં કયો દોષ છે? (અર્થાત્ કોઈ દોષ નથી. કારણ કે પૂ. સાધુભગવન્તોએ
EDGUÉ ADDEDGE