________________
वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा । आर्त्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ॥६- २१॥
‘દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત : આ ત્રણ પ્રકારે વૈરાગ્યને ત્રણ રીતે વર્ણવ્યો છે. એમાં પ્રથમ દુ:ખાન્વિત (દુ:ખગર્ભિત) વૈરાગ્ય આર્દ્રધ્યાન સ્વરૂપ છે. કારણ કે અહીં શક્તિ અનુસાર પણ ધર્મમાં પ્રવૃત્તિ હોતી નથી.’- આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે દુ:ખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત ભેદથી વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે. રાગનો અભાવ; સામાન્યથી વૈરાગ્ય છે. રાગની માત્રાની અપેક્ષાએ રાગના અસંખ્ય ભેદો છે. તે તે રાગના અભાવે અનુક્રમે વૈરાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. રાગની જેમ જ વૈરાગ્યના પણ અસંખ્ય પ્રકાર છે. પરન્તુ એ બધાને ઉપર જણાવેલા ત્રણ ભેદોમાં સમાવીને અહીં માત્ર ત્રણ પ્રકારોનું વર્ણન કરવાનું ઈષ્ટ છે.
શ્લોકના પૂર્વાર્ધમાં એ ત્રણ ભેદોના નામ જણાવીને ઉત્તરાર્ધથી પ્રથમ દુ:ખાન્વિત (દુ:ખગર્ભિત) વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે. આર્દ્રધ્યાન સ્વરૂપ દુ:ખગર્ભિત વૈરાગ્ય છે. ઈષ્ટના સંયોગની ચિન્તા અને અનિષ્ટના વિયોગની ચિન્તા તેમ જ રોગની ચિન્તા અને નિયાણા(નિદાન)ની ચિન્તા સ્વરૂપ આર્દ્રધ્યાન ચાર પ્રકારનાં છે. સંસારમાં પાપના યોગે પ્રાપ્ત થયેલા દુ:ખસ્વરૂપ અનિષ્ટના યોગે તેના વિયોગ માટે સતત ચિન્તનાદિ કરવાના કારણે આવા જીવો સંસારનાં સુખોથી પણ દૂર રહે છે. જેનાથી દૂર રહેવાનું છે તેની પ્રત્યે રાગ ન હોય એ સમજી શકાય છે. આ રીતે સુખ પ્રત્યે રાગનો અભાવ થવાથી તે વૈરાગ્ય છે અને દુ:ખના નિમિત્તથી તે થયો હોવાથી દુ:ખગર્ભિત હોય છે.
આવા આત્માઓ સુખથી દૂર રહેતા હોવા છતાં મુક્તિના
DECEDEDE DDDDD
B
૩૫
TEEEEE uddUQUO