________________
यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारंभप्रयोजिका । यतेस्तवर्जनोपायहीना सामग्र्यघातिनी ॥६- २०।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવન્તોને ઉદ્દેશીને રાંધવા વગેરેની પૂર્ણ કરાતી ક્રિયા ગૃહસ્થો માટે જીવના આરંભની પ્રયોજક છે. આવી આરંભની ક્રિયાનો ત્યાગ કરે : એ માટે આધાકર્મિકાદિ દોષથી દુષ્ટ એવા પિંડને બનાવનારાં કુળોમાં (દાતાઓનાં ઘરોમાં) ગોચરી જવાનું પૂ. સાધુભગવન્તોએ ત્યજવું જોઈએ. સાધુઓ માટે કરાતા આરંભનું ગૃહસ્થોને પરિવર્જન કરાવવા માટેનો એ એક ઉપાય છે. એ ઉપાયને કરે નહિ અને તેવા પ્રકારના સંકલ્પિત પિંડને સાધુમહાત્મા ગ્રહણ કરે તો ઉપાયથી રહિત એ પ્રાણીવધાદિની પ્રયોજક ક્રિયા સાધુની સમગ્રતાનો ઘાત કરનારી છે. ગુણશ્રેણીને સાધુની સમગ્રતા કહેવાય છે. અસંખ્યાત સંયમના અધ્યવસાયોનાં સ્થાનો જેમાં સમાવિષ્ટ છે એવી એ ગુણશ્રેણીનો ઘાત કરનારી પ્રાણીઓના આરંભની પ્રયોજક એવી ગૃહસ્થની એ ચેષ્ટા છે. એવા ગૃહસ્થનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે ઉચિત નથી..... ઈત્યાદિ ચોક્કસ રીતે સમજી લેવું.
જ્ઞાનેન...ઈત્યાદિ પ્રથમ શ્લોકના પૂર્વાર્ધનું નિરૂપણ આ શ્લોક સુધીના વીસ શ્લોકોથી પૂર્ણ થયું. તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન અને સર્વસમ્પત્કરી ભિક્ષા - આ બેના કારણે સાધુસમગ્રતાની પ્રાપ્તિ થાય છે. સંયમજીવનની સાધનામાં એ બન્નેનું જે મહત્ત્વ છે, તે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમજ્ઞાન સાધુસમગ્રતાનાં કારણ બનતાં નથી. માત્ર તત્ત્વસંવેદનજ્ઞાન જ સાધુની સમગ્રતાનું કારણ બને છે. આ પૂર્વે જણાવેલાં ત્રણેય
[EE EEE EEEE [] ]]
૩૩
I/C DEDI