Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ : કોઈ પણ જાતનો આરંભ કરેલો નથી.) -આવી કોઈ શંકા કરે તો એના સમાધાનમાં એ દોષ-જાણવો કે પોતાના માટે સંકલ્પિત છે : એ જાણવા છતાં એવા પિંડને પૂ. સાધુભગવન્તો ગ્રહણ કરે તો ગૃહસ્થો ફરી વાર એવી પ્રવૃત્તિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય.’” -આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સાધુભગવન્તોને આપવાની ઈચ્છાથી સલ્પ જેમાં કરાયો છે એવા પિંડને ગૃહસ્થ જ્યારે આપે ત્યારે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની શુદ્ધિથી શુદ્ધ એવા સાધુભગવન્તો, એ પિંડને ગ્રહણ કરે તો એમાં કોઈ દોષ નથી. કારણ કે એમાં પૂ. સાધુભગવન્તોની સર્વથા આરંભના ત્યાગની પ્રતિજ્ઞામાં સહેજ પણ વ્યાઘાત (વિરોધ-ભંગ) થતો નથી. આ પ્રમાણે શંકા કરનારનું કહેવું છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે “મારા માટે આ પિંડ કરેલો છે.’ આ પ્રમાણે ખબર હોવા છતાં તે ગ્રહણ કરવામાં આવે તો ગૃહસ્થો ફરી વાર યતિઓને ઉદ્દેશીને પિંડ બનાવવાની પ્રવૃતિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય. ગૃહસ્થો આ રીતે પૂ. સાધુભગવન્તોને ઉદ્દેશીને (નિમિત્તે) પાપ કરે તે ઉચિત નથી. પૂ. સાધુમહાત્માના ખ્યાલમાં એ આવે તો અવશ્ય તેનો પરિહાર કરવો જોઈએ. એટલે કે પોતાના (સાધુના) નિમિત્તે કોઈ પાપ ના કરે : એનો ઉપયોગ રાખવો જોઈએ. તેથી પોતાના માટે(સાધુઓ માટે) સંકલ્પિત પિંડ છે : એ જાણ્યા પછી એ ગ્રહણ કરવાનું પૂ. સાધુભગવન્તોને ઉચિત નથી. ।।૬-૧૯।। ઉપર જણાવ્યા મુજબ સંકલ્પિત પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દુષ્ટ હોવા છતાં ગૃહસ્થની એવી પ્રવૃત્તિથી પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિનો ત્યાગ ન કરાય તો શું થાય : એ જણાવાય છે – CEEEE DU ૩૨ CEICE] [C]

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60