________________
આવી રીતે પોતાના માટે થઈ ગયેલા પિંડને સાધુભગવન્તોને આપવાનો સંકલ્પ કરવામાં કોઈ દોષ નથી. એ પરિણામ પૃથ્વીકાયાદિના વધાદિનો નથી, પરન્તુ દાતાનો એ શુભપરિણામ છે. પોતાના માટે બનાવેલા પિંડમાંથી આ રીતે પૂ.સાધુભગવન્તોને આપીને પોતાના આત્માને કૃતાર્થ બનાવવાનો સંકલ્પ; પૃથ્વીકાયાદિના આરંભનો પ્રયોજક ન હોવા છતાં જો દુષ્ટ મનાય તો પૂ. સાધુમહાત્માને વંદનાદિ કરવાનો સંકલ્પ પણ દુષ્ટ મનાશે. તેથી આવા પ્રકારના સંકલ્પને પણ દુષ્ટ માનવાનું સાવ જ તુચ્છ છે. આ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પોતાને ઉચિત એવો રાંધવા વગેરેનો આરંભ કરાયે છતે; તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવન્તોને આપીને પોતાના આત્માને હું કૃતાર્થ કરીશ-આવા પ્રકારનો સંકલ્પ કોઈ કરે તો તે શુભ ભાવ સ્વરૂપ હોવાથી, અન્ય મુનિવંદનાદિયોગની જેમ દુષ્ટ નથી... ઈત્યાદિ અષ્ટકપ્રકરણથી સમજી લેવું જોઈએ. ॥૬-૧૭ના
ઉપર જણાવ્યા મુજબ અસકલ્પિત જ પિંડ સાધુઓએ ગ્રહણ કરવાનો હોય તો, સર્વથા ન મળે એવું ન હોય તોપણ બહુધા એ નહિ મળે અને તેથી આવી અસંભવી વસ્તુનો ઉપદેશ આપવાથી આપ્તની અનાપ્તતા થશે...ઈત્યાદિ શંકાના સમાધાન માટે જણાવાય છે -
प्राय एवमलाभः स्यादिति चेद् बहुधाप्ययम् । सम्भवत्यत एवोक्तो यतिधर्मोऽतिदुष्करः ||६ - १८ ॥ ‘આ પ્રમાણે અસદ્કલ્પિત પિંડ ગ્રહણ કરવાનો હોય તો પ્રાય: એ મળશે જ નહિ-આ શકાના સમાધાનમાં કહેવાનું એ છે કે ઘણી રીતે એવો પિંડ મળી શકે છે. જોકે એ પિંડ મેળવવાનું દુષ્કર તો
DEEEEEEEEE
૨૯
EEEEEEEEE
םםם םםםם