________________
આ પ્રમાણે શ્લોકાર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘અસંકલ્પિત પિંડ પૂજ્ય સાધુભગવન્તોએ ગ્રહણ કરવો જોઈએ.' આવા વિધાનની સામે શંકાકારે ઉપર જણાવ્યા મુજબ શંકા કરી કે એવું હોય તો સારા બ્રાહ્મણાદિનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે યોગ્ય નહિ મનાય. આ શંકાનું સમાધાન કરવા માટે એમ જણાવવામાં આવે કે સારા બ્રાહ્મણાદિ સગૃહસ્થો સામાન્યથી બધા જ ભિક્ષાચરોને ઉદ્દેશીને પિંડ બનાવતા હોય છે. અથવા તો સામાન્યથી પુણ્યપ્રાપ્તિ માટે યાચકાદિને આપવાના પણ ઉદ્દેશથી પિંડ બનાવતા હોય છે. તેથી સંકલ્પસામાન્યથી રહિત પિંડ સદ્દગૃહસ્થોનાં ઘરે ન હોય એ સમજી શકાય છે. તેથી જ અસંતિઃ વિન્ડો યતે પ્રાંા: અહીં અસંકલ્પિતનો અર્થ સંકલ્પવિશેષથી રહિત એવો કરવો જોઈએ. એ સંકલ્પવિશેષ અહીં માત્ર યતિના વિષયમાં સમજવો. માત્ર યતિને જ આપવાનો સકલ્પ જ્યાં ન હોય તે સ્થળે અસકલ્પિત પિંડ હોય છે. જ્યાં માત્ર યતિને જ (બધાને નહિ) આપવાનો સફ્કલ્પ હોય ત્યાં સક્કલ્પિત પિંડ સમજવો. સાધુને આપવાની ઈચ્છા સ્વરૂપ સંકલ્પમાં સાધુ-યતિ સપ્રદાન કહેવાય છે. (જેને આપવાનું હોય તેને સમ્પ્રદાન કહેવાય છે.) યતિ છે સમ્પ્રદાન જેનું એવા દાનની ઈચ્છા સ્વરૂપ સડકલ્પવિશેષનો વિરહ જ્યાં છે, તે અસડકલ્પિત પિંડ કહેવાય છે. આવો પિંડ સદ્દગૃહસ્થોનાં ઘરોમાં હોઈ શકે છે. તેથી કોઈ દોષ નથી. આ પ્રમાણે યદ્યપિ સમાધાન કરી શકાય છે.
પરન્તુ તે યોગ્ય નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ સકલ અર્થીઓને ઉદ્દેશીને અને પુણ્યની પ્રાપ્તિને ઉદ્દેશીને બનાવેલ પિંડ ગ્રાહ્ય બની શકે છે, માત્ર યતિઓને ઉદ્દેશીને બનાવેલો પિંડ ગ્રાહય
OPE
૨૫
BEL L ALL L OR 7]