Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ માટે પ્રયત્ન કરતા હોય છે. ભિક્ષાચરોને આપવાનો સંકલ્પ ગૃહસ્થો ન કરે તો તેના સગૃહસ્થપણાનો ભંગ થવાનો પ્રસંગ આવે છે. કારણ કે દેવતા, માતા-પિતા અને અતિથિ વગેરેને આપ્યા પછી તેમ જ ભરણ કરવા યોગ્ય એવા પરિજનોનું પોષણ ક્ય પછી જે બાકી રહે તેનું ભોજન કરવાનો ગૃહસ્થોનો ધર્મ છે. યદ્યપિ એ ગૃહસ્થધર્મનું પાલન, દાન દેતાં પૂર્વે સંકલ્પ ન કરે અને દાનના અવસરે દાન કરે તોપણ શક્ય બને છે તેથી અસંકલ્પિત પિંડનું પ્રદાન ગૃહસ્થો કરી શકે છે; પરન્તુ એ શક્ય નહિ બને. કારણ કે આવા વખતે દાન આપવા માટે ગૃહસ્થ પાસે પિંડ જ નહિ રહે. દેવતાદિને આપવાના સંકલ્પથી તો પિંડ એ પ્રમાણમાં બનાવાય છે અને તેથી જ તો તે પ્રમાણે આપી શકાય છે. અન્યથા આપવાનું જ શક્ય નહિ બને. આથી સમજી શકાશે કે સંકલ્પિત પિંડને ગ્રહણ કરવાનો નિષેધ કરાય તો સગ્રુહસ્થોને ત્યાં ભિક્ષા માટે જવાનું પૂ. સાધુમહાત્માઓ માટે યોગ્ય નહિ ગણાય -આ પ્રમાણે આ શ્લોકથી શંકાકારના આશયને જણાવ્યો છે. ૬ -૧૪ll ઉપર જણાવેલી શંકાના સમાધાન માટે એમ કહેવામાં આવે કે સંકલ્પવિશેષથી રહિત એવા પિંડને ગ્રહણ કરવામાં બાધ નથી. માત્ર યતિને ઉદ્દેશીને સંકલ્પવાળો પિંડ ગ્રહણ ન કરવો. આ પ્રમાણેનું સમાધાન યુક્ત નથી એમ જણાવવાપૂર્વક શંકાનું સમર્થન કરાય છે सङ्कल्पभेदविरहो विषयो यावदर्थिकम् । पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ॥६-१५॥ બધા અર્થીઓ અને પુણ્યના ઉદ્દેશથી બનાવેલા પિડને દુર (અગ્રાહ્ય) કહેનારા વડે એમ કહેવાય કે, “અહીં અસંકલ્પિત પિંડ એટલે સક્કલ્પવિશેષના અભાવવાળો પિંડ; તો તે દુટ વચન છે.” - DDDDDDDD; SUBBIGBOSONGS૧ ૮ E BE BE DEPTDFDIFFદિ G/ / G//SCST/ST/

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60