________________
તકલીફ ન પડે એ રીતે ભમરાની જેમ સર્વસમ્પત્કરી ભિક્ષા વડે ગ્રહણ કરનાર પૂ.સાધુમહાત્માને સામર્થ્ય પ્રાપ્ત થાય છે.”- આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવન્તોને સર્વસમ્પત્યરી પ્રથમભિક્ષા હોય છે. એ ભિક્ષા વડે જે પિંડગ્રહણ તેઓશ્રી કરે છે તે વખતે પોતાને છોડીને અન્ય કોઈને (દાતા વગેરેને) પણ બાધા થાય નહિ એ રીતે ભમરાની જેમ ગ્રહણ કરે છે. ભમરો પુષ્પને કિલામણા ન થાય- એ રીતે તેમાંથી રસને ગ્રહણ કરે છે. તેમ સાધુ ભગવન્તો પણ દાતા વગેરેને બાધા ન થાય એ રીતે પિંડગ્રહણ કરે છે.
એ પિંડ કૃત, કારિત કે કલ્પિત ન હોય તો જ ગ્રહણ કરે છે. પૂ. સાધુમહાત્મા માટે બનાવેલા, બનાવરાવેલા અને કલ્પેલા પિંડને અનુક્રમે કૃત, કારિત અને કલ્પિત કહેવાય છે. કાપવાથી, રાંધવાથી અને ખરીદવાથી પિડ બને છે. જાતે કાપવા વગેરેથી કૃત પિંડ બને છે. બીજા દ્વારા એમ કરાવવાથી કારિત પિંડ બને છે અને વહોરાવવાની ભાવનાથી ગૃહસ્થો જે બનાવે તે કલ્પિત પિંડ કહેવાય છે. હનન (કાપવું-હણવું) વગેરે દ્વારા જે પિંડ કૃતાદિ નથી; તેવા નકોટિપરિશુદ્ધ પિડને પૂ. સાધુમહાત્મા ભિક્ષા દ્વારા ગ્રહણ કરે છે. તેથી જ પૂ. સાધુભગવન્તો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.
શ્લોકમાં મિક્ષયાતિવત્ અહીં ભ્રમરની જેમ આ પ્રમાણે જણાવેલું હોવાથી ભિક્ષા માટે નહિ ફરવાનો નિષેધ થાય છે અર્થાત્ ભિક્ષા માટે ફરવું જોઈએ, પરંતુ ગૃહસ્થો પાસે મંગાવવી નહિ અથવા તો સામેથી લઈ આવેલી ભિક્ષાને ગ્રહણ ન કરવી – એ પ્રમાણે સૂચવ્યું છે. કારણ કે સામેથી લાવેલી ભિક્ષા ગ્રહણ કરવાથી અભ્યાહત દોષનો પ્રસંગ આવે છે. યદ્યપિ સાધુઓને વંદન માટે આવતા ગ્રહો
DિID]]\ ]]\ B] DE DEPED PI Dિ DIED G////b/gs૨૨ dddddddd