________________
क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसंज्ञिका । दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ॥६-१२॥
ભિક્ષા સિવાયની અન્ય ક્રિયા કરવાનું સામર્થ્ય ન હોવાના કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય છે તેને ‘વૃત્તિ'નામની ભિક્ષા કહેવાય છે. દીન, અબ્ધ વગેરેને આ ભિક્ષા હોય છે. તેમ જ કેટલાક સિદ્ધપુત્રાદિને પણ આ ભિક્ષા હોય છે.' - આ પ્રમાણે બારમા
શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ સ્પષ્ટ છે કે ભિક્ષા ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોવાથી જ વૃત્તિભિક્ષા થતી હોય છે. મોહથી અથવા ચારિત્રની શુદ્ધિની ઈચ્છાથી આ ભિક્ષા ગ્રહણ કરાતી નથી.
શ્રી અષ્ટપ્રકરણમાં આ ત્રીજી ભિક્ષાનું વર્ણન કરતી વખતે જણાવ્યું છે કે જેઓ અન્ય ક્રિયા કરવા માટે અસમર્થ છે, તેવા નિર્ધન, અબ્ધ અને પશુ વગેરે લોકો પોતાના જીવનનિર્વાહ માટે ભિક્ષાએ ફરે છે, તે ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે.” “આવા જીવો માટે આ ભિક્ષા, પૌરુષની ભિક્ષાની જેમ અત્યન્ત દુર નથી. કારણ કે એ ભિક્ષા અનુકમ્પાનું નિમિત્ત હોવાથી આ લોકો ધર્મની લઘુતાને કરનારા હોતા નથી.” તેમ જ આવી ભિક્ષા કેટલાક સિધપુત્ર અને સારૂપિકને પણ હોય છે. દીન, અબ્ધ, પશુ કે દરિદ્ર વગેરે જીવોમાં સિદ્ધપુવાદિની ગણના હોવાથી સિધપુત્રાદ્રિધ્વપિ’ - આ પ્રમાણે શ્લોકમાં તેમનું સ્વતન્ત્ર ઉપાદાન કર્યું છે.
આગમમાં દીક્ષા છોડી દીધેલા તરીકે તેમનું વર્ણન છે. ચારિત્ર છોડી દેવાના તેમના પરિણામને જોઈને ગુર્નાદિકે ઘણી હિતશિક્ષા આપવા છતાં જેઓ સંયમના પરિણામમાં પાછા ફરતા નથી, તેઓ