________________
ભિક્ષાથી જીવનનિર્વાહ કરે તો તેનાથી ધર્મની લઘુતા જ થવાની છે.'’- કહેવાનો આશય એ છે કે જે ભિક્ષાના કારણે ચારિત્રમોહનીય કર્મ બંધાય છે તે ભિક્ષાને પૌરુષની ભિક્ષા કહેવાય છે. પુષ્ટ શરીરવાળા એવી ભિક્ષાથી પોતાના જીવનનો નિર્વાહ કરે તો તેથી ધર્મની લઘુતા જ થતી હોય છે.
મહાવ્રતોને ગ્રહણ કર્યા પછી પૃથ્વીકાયાદિ જીવોનો વધાદિઆરંભ કરીને અને શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારની નિન્દા કરીને ભિક્ષાને ગ્રહણ કરનારા; ધર્મની લઘુતા જ કરે છે. આવી જ રીતે ગૃહસ્થો પણ સદા અનારંભના કારણે વિહિત એવી ભિક્ષા માટે પોતાની જાતને યોગ્ય માની મોહથી ભિક્ષા વડે જીવનનિર્વાહ કરે તો ‘આ કેવા અનુચિત કરનારા શ્રાવકો છે’... ઈત્યાદિ રીતે શાસનની નિંદા કરાવવા દ્વારા ધર્મની લઘુતા જ કરાવનારા બને છે; જે, સ્વ અને પર ઉભય માટે અનર્થનું કારણ બને છે.
એ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે પ્રવ્રજ્યાને ગ્રહણ કર્યા પછી જે તેના વિરોધ વડે વર્તે છે એવા અસનો આરંભ કરનારાની ભિક્ષા ‘પૌરુષની ભિક્ષા' કહેવાય છે. દીનતાથી ભિક્ષા વડે પેટ પૂરું કરનારો એવો પુષ્ટ, મૂઢ અને ધર્મની લઘુતાને કરનારો પુરુષાર્થને હણવાનું જ માત્ર કામ કરે છે. પ્રતિમાપન્નશ્રાવકની ભિક્ષા દીક્ષાવિરોધિની ન હોવાથી તે ભિક્ષામાં આ ભિક્ષાનું લક્ષણ સમન્વિત થતું ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી. જેનું લક્ષણ કરાય છે તેના સિવાય બીજે પણ લક્ષણ સમન્વય થાય તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દુષ્ટ મનાય છે. એવું અહીં બનતું નથી. ।।૬-૧૧
હવે ત્રીજી વૃત્તિભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે
EEEEEEEEE
[D[
૧૯
TET GEOG