________________
૪
આચારહીનતા હોવાથી એક પ્રકારની બાલતા છે. પરન્તુ પ્રરૂપણાની દૃષ્ટિએ હીનતા ન હોવાથી બીજી બાલતા નથી. તેમ જ ભવિષ્યમાં તેઓને (ભાવસાધુપણાની પ્રાપ્તિ થવાની હોવાથી) ભાવના કારણભૂત દ્રવ્યમુનિપણું હોવાથી તેઓ દ્રવ્યમુનિ છે. જેમ એક બાલ એવા દ્રવ્યમુનિસ્વરૂપ સંવિગ્નપાક્ષિક આત્માઓને સદાઅનારંભિતાનો નિષેધ છે તેમ અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકને પણ પ્રતિમાકાળ દરમ્યાન અનારંભત્વ હોવાથી સદાનારંભકત્વનો નિષેધ છે : એ ઉપલક્ષણથી સમજવું.
આ રીતે શ્રાવકને સદાઅનારમ્ભિતા ન હોય તો તેની ભિક્ષાને કેવી માનવી : આવી શંકાના સમાધાન માટે જો એમ કહી દેવાય કે સર્વસમ્પત્કરીકલ્પ (સર્વસમ્પત્કરીજેવી) એ ભિક્ષા છે તો તેથી નિસ્તાર નહિ થાય. કારણ કે એ રીતે ઉપચારથી સર્વસમ્મત્ઝરી ભિક્ષાનો વ્યવહાર સગત થાય તોપણ એ પૌરુષઘ્નીભિક્ષા નથી અને વૃત્તિભિક્ષા નથી : આવો વ્યવહાર ઉપપન્ન થતો નથી. આથી સમજી શકાશે કે શ્રાવકને કેવી ભિક્ષા માનવી : આ શક્કાના સમાધાન માટે નીચે જણાવ્યા મુજબ માનવું જોઈએ.
શ્રી અષ્ટપ્રકરણમાં જણાવ્યું છે કે ધ્યાનાદિથી યુક્ત, ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત અને સદા અનારંભી જે સાધુ છે તેને સર્વસંપત્કરી ભિક્ષા હોય છે. અહીં થોડો વિચાર કરીએ તો સમજાશે કે શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓની ભિક્ષા સર્વસંપત્ઝરી હોય છે. બાહ્યદૃષ્ટિએ ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત ન હોવા છતાં ફળને આશ્રયીને તેઓશ્રી ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત જ છે તેથી પૂજ્યપાદ આ.ભ.શ્રી. હરિભદ્રસૂ. મહારાજાએ સદા અનારસ્જિત્વ અને ગુર્વાજ્ઞાવ્યવસ્થિતત્વનું જે ઉપાદાન કર્યું છે તે
જ
DDD CLAR
CEL ૧૭
CITED
םםם