Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ આરંભ કહેવાય છે. તેના અભાવને અનારંભ કહેવાય છે. જે ભિક્ષા ગ્રહણ કરતી વખતે ભિક્ષાપ્રદાતા ગૃહસ્થ ભિક્ષા ગ્રહણ કરનાર માટે એવો આરંભ ક્ય ન હોય તે ભિક્ષાને ગ્રહણ કરવાથી આરંભનો પરિહાર થાય છે. પોતાના શરીરને સંયમપાલનાદિ માટે, એ રીતે ભિક્ષા-ગ્રહણ દ્વારા ધારણ કરવાનું શક્ય બને છે. તેથી સદા અમારંભનું કારણ ભિક્ષા બને છે. સામાયિક કે પૌષધાદિ અવસ્થામાં ક્વચિ આરંભનો પરિહાર કરનારા ગૃહસ્થો પણ હોવાથી તેમની ભિક્ષાનો વ્યવચ્છેદ કરવા માટે અહીં સા પદનું ગ્રહણ છે. સદાનારંભિતા પૂ. સાધુભગવન્તોમાં છે, ગૃહસ્થોમાં નથી. ભિક્ષાથી જ સદાનારર્ભિત્વ સદ્ગત બને છે. અન્યથા ભિક્ષા ગ્રહણ કરવામાં આવે નહિ તો આરંભ ક્ય વિના ચાલે એવું ન હોવાથી આરશ્મિત્વનો જ પ્રસંગ આવશે. આ રીતે આરંભના પરિહાર વડે ભિક્ષા ગ્રહણ કરાય છે તેથી તેમાં (ભિક્ષામાં) સદાકારશ્મની હેતુતા સ્પષ્ટ છે. અથવા “મોક્ષની સાધનામાં કારણભૂત એવા સાધુના શરીરની ધારણા માટે શ્રી જિનેશ્વરદેવોએ અહો અસાવદ્ય એવી ભિક્ષા સાધુભગવન્તોને ઉપદેશી છે.'... ઈત્યાદિ રીતે સદાઅનારંભ સ્વરૂપ ગુણના અનુસ્મરણથી જણાતા પરિણામવિશેષથી થયેલી યતના વડે સદાઅનારંભની હેતુ; ભિક્ષા બને છે. આવી યતના ન હોય તો ખરેખર જ એ ભિક્ષા સર્વસમ્પત્કરી નહિ બને. યતનાપૂર્વક ગ્રહણ કરાયેલી એ ભિક્ષા સદાનારંભના પરિણામને સુરક્ષિત રાખે છે. અન્યથા પરિણામની નિર્ધસતાને લઈને પૌરુષની ભિક્ષા થશે. તાદૃશ ભિક્ષાથી સાધ્ય એવી સદાનારંભિતા એક રીતે બાલ અને દ્રવ્યમુનિ સ્વરૂપ સંવિપાક્ષિકોમાં મનાતી નથી. તેમનામાં GિDDDDDDDD SONGS DGSSONGS DEEDEDED]D]\ SONGSOGOOGS

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60