________________
હવે ક્રમપ્રાપ્ત ભિક્ષાનું વર્ણન કરાય છે - त्रिधा भिक्षापि तत्राद्या सर्वसम्पत्करी मता । द्वितीया पौरुषघ्नी स्याद् वृत्तिभिक्षा तथान्तिमा ॥६-९॥
જ્ઞાનની જેમ ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. એમાં ‘સર્વસમ્પત્કરી’ ભિક્ષા પહેલી છે. બીજી ભિક્ષા પૌરુષની છે અને છેલ્લી ત્રીજી ભિક્ષા વૃત્તિભિક્ષા છે.”- આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ લોકસંબધી સંપત્તિથી માંડીને મોક્ષ સુધીની સર્વ સંપત્તિને કરવાના સ્વભાવવાળી ભિક્ષાને સર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. ધર્મ અને મોક્ષ સ્વરૂપે પુરુષાર્થને હણનારી ભિક્ષાને પૌરુષની ભિક્ષા કહેવાય છે. અને આજીવિકા ચલાવવા માટેની ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે. યાખ્યા(યાચના)વિશેષ સ્વરૂપ ભિક્ષા છે. આ ત્રણ પ્રકારની ભિક્ષામાંની સર્વસમ્પત્કરી ભિક્ષા જ આત્માને ગુણસમૃદ્ધ જ નહિ ગુણથી પૂર્ણ બનાવનારી છે. છેલ્લી બે ભિક્ષા આત્માને ગુણથી દરિદ્ર બનાવે છે. I૬-૯
પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષાનું નિરૂપણ કરાય છે – सदानारम्भहेतु र्या सा भिक्षा प्रथमा स्मृता । एकबाले द्रव्यमुनौ सदाऽनारम्भिता तु न ॥६-१०॥
સદા અમારંભનું જે કારણ બને છે તે ભિક્ષાને પ્રથમસર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. એક રીતે બાલ એવા દ્રવ્યમુનિમાં સદા અનારશ્મિતા (અનારંભ) હોતી નથી.”- આ પ્રમાણે દશમાં શ્લોકનો અક્ષરાર્થ છે.”
કહેવાનો આશય એ છે કે સદા અમારંભના કારણભૂત ભિક્ષાને સર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. હણવું, રાંધવું અને ખરીદવું...વગેરેને
DDDDDDDED