Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ માને તો ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાનાદિવિશેષ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણેના થનનું નિરાકરણ કરવા વસ્તુત: ...ઈત્યાદિ 2-4 $9. 118-1911 ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનમાંથી જે જ્ઞાનના કારણે સાધુની સમગ્રતા થાય છે તે જણાવાય છે – योगादेवान्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते । अन्यथाकर्षगामी स्यात् पतितो वा न संशयः ॥ ६-८ ॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વિષયપ્રતિભાસાદિ ત્રણ પ્રકારનાં જ્ઞાનમાં જે છેલ્લું તત્ત્વસંવેદનસ્વરૂપ જ્ઞાન છે; તેના સંસ્કાર સ્વરૂપ સંબન્ધથી જ સાધુમહાત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. અન્યથા તત્ત્વજ્ઞાનના સંસ્કાર ન હોય પરન્તુ યોગશિક્તની અનુવૃત્તિ (ફરીથી યોગને પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વરૂપ શક્તિ જળવાઈ હોય) વિદ્યમાન હોય તો સાધુ આકર્ષને પ્રાપ્ત કરે છે. અર્થાત્ શકા, કાંક્ષા વગેરે અતિચારોના કારણે પૂર્ણતા પામે અને ગુમાવે, પામે અને ગુઢ્ઢાવે આવું થયા જ કરે. યોગશક્તિની અનુવર્તના ચાલતી ન હોય તો સાધુનું અવશ્ય પતન જ થાય છે, એમાં કોઈ જ સંદેહ નથી. આવા પ્રસંગે બાહ્યસાધુવેષાદિ લિઙ્ગ પૂર્ણતાનું કારણ બનતું નથી. યોગ્યતા પડી હોય તો કોઈ વાર બાલિગો ઉપકારક બને. પરન્તુ તેવા પ્રકારની યોગ્યતા જ ન હોય તો બાલિગો કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી. આથી સમજી શકાશે કે તત્ત્વસંવેદન જ પૂ. સાધુમહાત્માની પૂર્ણતામાં કારણ છે. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમદ્ જ્ઞાન પૂર્ણતાનાં કારણ નથી. આ રીતે પૂ. સાધુભગવન્તોની સમગ્રતાના અફ્ળભૂત જ્ઞાનનું નિરૂપણ પૂર્ણ થયું. ॥૬-૮॥ ૧૪ DEEPE 00

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60