________________
કે ચારિત્રમોહનીય કર્મના ઉદયની કે ક્ષયોપશમની અવસ્થામાં અવસ્થિત કર્માન્તરથી સાવધ કે નિરવધ પ્રવૃત્તિ સ્વરૂપ કાર્યવિશેષની ઉત્પત્તિ થવા છતાં અજ્ઞાનાદિવિશેષ સિદ્ધ જ છે. કારણ કે પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાનસામાન્ય કારણ હોવાથી જ્ઞાનની વિચિત્રતા(વિશેષતા)થી જ પ્રવૃત્તિમાં વૈચિત્ર્ય સિદ્ધ થશે. તેથી પ્રવૃત્તિની વિશેષતાના કારણે અજ્ઞાનાદિવિશેષ અક્ષત છે.
યદ્યપિ અજ્ઞાનાદિની કોઈ વિશેષતા નથી. જ્ઞાન સામાન્ય એક હોવા છતાં ચારિત્રમોહનીયાદિ કર્મના ઉદય વગેરેના કારણે નિરવદ્ય પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ વિશેષ પ્રવૃત્તિ થતી નથી અર્ધા જ્ઞાન સામાન્યથી જ થનારી તે તે પ્રવૃત્તિની પ્રત્યે કર્માન્તર પ્રતિબન્ધક બને છે. તેથી જ્ઞાનવિશેષ માનવાની આવશ્યકતા નથી; પરન્તુ કાર્યના કારણની વિશેષતાનો નાશ ન કરે તો કર્માન્તરને પ્રતિબન્ધક માનવાનું પણ શક્ય નથી. એ પ્રતિબન્ધત્વના નિર્વાહ માટે પણ અજ્ઞાનાદિવિશેષ માન્યા વિના ચાલે એવું નથી.
વસ્તુત: કાર્યનો સ્વભાવવિશેષ માને તો કારણનો સ્વભાવવિશેષ પણ તેના પ્રયોજક તરીકે માનવો જ જોઈએ. અન્યથા એ પ્રમાણે ન માને તો હેવન્તરનું સમવધાન પણ કશું જ નહીં કરે. આશય એ છે કે એક જ કારણ કારણાન્તરના સમવધાનમાં ભિન્ન ભિન્ન સ્વભાવે તે તે કાર્યની પ્રત્યે કારણ બને છે. કારણનો સ્વભાવ એક જ હોય છે કારણાન્તરના સમવધાનમાં પણ તે બીજું કાર્ય નહીં કરે... ઈત્યાદિ અન્યત્ર વિચિત છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. પ્રકૃતાર્યાનુકૂલ કારણવિઘટકને પ્રતિબન્ધક ન માને અને કારણભૂત અભાવ જેનો (કર્માન્તરનો) છે તેને પ્રતિબન્ધક
DિDDDDDDED પd SMSEL
DEDDDDDDDD / / / / / // / /