Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ પ્રવૃત્તિ જ ત્યાં હોય છે. પાપની પ્રવૃત્તિ હોતી જ નથી. મોક્ષમાર્ગની શુદ્ધ (અતિચારરહિત) આરાધના અને ભવમાર્ગની અનારાધનાથી જણાતું તત્ત્વસંવેદનશાન છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા સર્વવિરતિધર્મનો જેમને પરિચય છે, તેઓ નિરવદ્યપ્રવૃત્તિ અને સાવધની નિવૃત્તિને સારી રીતે સમજી શકે છે. આવા સ્થળે જ તત્ત્વસંવેદનજ્ઞાનનો પ્રાદુર્ભાવ હોય છે. બીજે એનો સંભવ નથી. શ્રી અટકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે 'નિરપેક્ષ પ્રવૃત્તિ વગેરે જેનું લિંગ છે, તે વિષયપ્રતિભાસજ્ઞાન છે. તેવા પ્રકારની સલેશથી રહિત પ્રવૃત્તિ વગેરે જેનું લિગ્ન છે, તે આત્મપરિણતિમદ્ જ્ઞાન છે અને ન્યાધ્યમોક્ષમાર્ગાદિને વિશે શુદ્ધ વૃત્તિ વગેરેથી જણાતું તત્ત્વસંવેદનશાન છે.'...૬-૬ ઉપર જણાવેલાં નિષ્કર્મી-પાપપ્રવૃત્તિ વગેરે લિોનો ક્યાં ઉપયોગ છે-આવી શંકાનું સમાધાન કરાય છે - जातिभेदानुमानाय व्यक्तिनां वेदनात् स्वतः । तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद् भिदाऽक्षता ॥६-७॥ અજ્ઞાન, જ્ઞાન અને સજ્ઞાન : આ ત્રણનું જ્ઞાન તેના લિગ્રાદિની અપેક્ષા વિના જ થતું હોવાથી એ ત્રણની અંદર રહેલી અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને સજ્ઞાનત્ય સ્વરૂપ જે જાતિવિશેષ છે, તેના અનુમાન માટે ઉપર જણાવેલાં લિગો છે. તેથી ર્માન્તરને લઈને કાર્યભેદ(વિશેષ)ની સિદ્ધિ થવા છતાં અજ્ઞાનાદિનો ભેદ અક્ષત જ છે.”- આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી પ્રવૃત્તિમાત્રની પ્રત્યે જ્ઞાન કારણ હોવાથી ઉપર જણાવેલાં અજ્ઞાનાદિસ્થળે જ્ઞાન સામાન્ય તે //d/g/bg/bgB/S૧૧GSQSQSQSQSQSQSQS

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60