________________
વિષયપ્રતિભાસ સ્વરૂપ છે તે અજ્ઞાન છે. જે જ્ઞાન આત્મપરિણતિમ છે તે જ્ઞાન છે અને જે જ્ઞાન તત્ત્વસંવેદનસ્વરૂપ છે, તે સજ્ઞાન છે, જે સજ્ઞાનાવરણના અપાય(અપગમયોપશમ)થી પ્રાદુર્ભત થાય છે-એમ અટક પ્રકરણના નવમા અટકમાં જણાવ્યું છે. -પા
ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનોનાં લિો જણાવાય છે - निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि । निरवद्या च सेत्याहु लिङ्गान्यत्र यथाक्रमम् ॥६-६॥
“પાપકાર્યને વિશે દૃઢ પ્રવૃત્તિ અને અદૃઢ પ્રવૃત્તિ તેમ જ નિરવધ પ્રવૃત્તિ આ અનુમે વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમ અને તત્ત્વસંવેદન જ્ઞાનનાં લિડ્યો છે' - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મિથ્યાત્વગુણસ્થાનકે વિષયપ્રતિભાસ જ્ઞાન વખતે પાપના વિષયમાં નિષ્કર્મી પ્રવૃત્તિ હોય છે. પાપ કરતી વખતે સહેજ પણ કંપ-દયાદિનો પરિણામ હોતો નથી. શ્રી વીતરાગપરમાત્માની (દેવની) આજ્ઞા શું છે? ગુરુજનો શું કહે છે? આનું પરિણામ ક્યું આવશે? પરલોકાદિમાં આથી શું થશે ?....વગેરે પ્રકારની વિચારણાથી શૂન્ય એવી નિરપેક્ષપણે ઢતાથી પાપપ્રવૃત્તિ થતી હોય ત્યારે ત્યાં વિષયપ્રતિભાસજ્ઞાનનો આવિર્ભાવ સમજવો.
આત્મપરિણતિમ જ્ઞાન વખતે પાપની પ્રવૃત્તિ કંપવાળી હોય છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા વગેરેની વિચારણાના કારણે સાપેક્ષપણે શિથિલ (અદૃઢ) પ્રવૃત્તિ બને છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પાપની પ્રવૃત્તિમાં પણ પાપનો બન્ધ અલ્પ (નહિવત) થાય છે અને સ અનુબન્ધ પડે છે. આવા સ્થાને આત્મપરિણતિમ જ્ઞાનનો આવિર્ભાવ સમજવો.
‘તત્ત્વસંવેદન’ જ્ઞાન તો વિરતિથી યુક્ત હોવાથી નિરવદ્ય
GિDDDDDDD;\ OfdSiddD]SS
JUDGDF\ BFDF\ EIFEND / / / / / / / //