________________
બને નહિ. પણ આવું કહેવાથી શ્રી દશવૈકાલિકાદિ સૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવશે. ત્યાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘અશન,પાન, ખાદિમ કે સ્વાદિમ બધા અર્થીઓને કે પુણ્યપ્રાપ્તિ માટે આપવાના ઈરાદે બનાવેલ છે– એવું જાણવા કે સાંભળવા મળે તો એવા યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડને આપનારને કહેવું કે તે અશનાદિ સંયતોને માટે અકલ્પ્ય છે. તેથી મને તે લેવાનું યોગ્ય નથી.’ આ પ્રમાણેના વચનથી એ સ્પષ્ટ છે કે દાતાએ યાવદર્શિકાદિ પિંડ બનાવેલ હોય તોપણ તે અગ્રાહ્ય છે. અહીં જણાવ્યા મુજબ માત્ર યતિને ઉદ્દેશીને બનાવેલ પિંડ અગ્રાહ્ય હોય અને યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય ન હોય તો તેવા પિંડમાં ગ્રાહયત્વનો પ્રસંગ આવશે, જે શ્રી દશવૈકાલિક સૂત્રને અનુસરનારું નથી. આથી ‘‘સંન્ત્યિતઃ વિન્ડો યતે પ્રાિ: '' અહીં સફ૫વિશેષના અભાવને અસલ્પિત પદ સમજાવે છે.’’– આ વચન દુષ્ટ છે.
ઉપર જણાવેલી વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે – ‘વિશેષસ્વરૂપે સાધુઓનું સકલ્પન જેમાં છે તે પિંડ દુષ્ટ છે : એમ કહીને શંકાનો પરિહાર કરવાનું પણ યાવદર્થિક પિંડને દુષ્ટ માનનાર માટે યોગ્ય નથી અથવા તો યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવો જોઈએ. એટલે કે ચોક્કસ રીતે અમુક અર્થીને આશ્રયીને બનાવેલ પિંડ પરિહરણીય છે. ઇત્યાદિ સ્પષ્ટ રીતે કહેવું જોઈએ. અન્યથા જે વસ્તુનો સંભવ નથી એને જણાવવાના કારણે આપ્ત પુરુષોને અનાપ્ત માનવાનો પ્રસંગ આવશે.’...ઈત્યાદિ અષ્ટપ્રકરણથી સમજી લેવું જોઈએ. ॥૬-૧૫
ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરાય છે -
EE
RECE
૨૬]
םםםםם