________________
સારૂપિક કે સિદ્ધપુત્ર તરીકે થોડા કાળ માટે રહે. સારૂપિક તેને કહેવાય છે કે જે શિરોમુંડન કરાવે છે. રજોહરણ રાખતા નથી. તુંબડું લઈને ભિક્ષાએ જાય છે અને પત્ની રાખતા નથી. સિદ્ધપુત્ર તેને કહેવાય છે. કે જે વાળ રાખે છે. ભિક્ષાએ જાય અથવા ન જાય. વરાટકોથી વેટલિકા કરે. અથવા લાકડી ધારણ કરે. શ્લોકમાં વિત્ આ પદથી એવા જ સિદ્ધપુત્રાદિ ગ્રહણ કરાય છે કે જેઓએ દીક્ષા છોડી દીધી છે અને બીજી કોઈ ભિક્ષાન્ય) ક્યિા કરવા સમર્થ ન હોય. પરન્તુ જેઓ અત્યન્ત અવધભીરુ છે અને મોક્ષની તીવ્ર અભિલાષાના કારણે પ્રવ્રજ્યામાં ચિત્ત જેમનું પ્રતિબદ્ધ છે, તેમને પ્રથમ સર્વસમ્પત્કરી જ ભિક્ષા હોય છે. આવા આત્માઓને છોડીને બીજા અસઆરંભીને પૌરુષની જ ભિક્ષા હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સિદ્ધપુત્રાદિને કઈ ભિક્ષા હોય છે. તે સ્પષ્ટપણે સમજી શકાય છે. છતાં પણ અષ્ટક પ્રકરણની વૃત્તિને કરનારાએ આ વિષયમાં એમ જણાવ્યું છે કે તત્ત્વ તો કેવલીભગવન્તો જાણે છે. તે આ સંશયને જણાવવા માટે નથી જણાવ્યું. પરન્તુ દીક્ષાને છોડી જનારા આત્માઓનો ચોક્કસ ક્યો ભાવ છે- તે જાણી શકાતો નથી – એ જણાવવા માટે છે.... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું.
૬-૧રા ઉપર જણાવેલી ત્રણ ભિક્ષામાંથી જે ભિક્ષાને લઈને સાધુ ભગવન્તો પૂર્ણતાને પામે છે; તે જણાવાય છે –
अन्याबाधेन सामग्र्यं मुख्यया भिक्षयालिवत् । गृह्णत: पिण्डमकृतमकारितमकल्पितम् ॥६-१३॥ અકૃત, અકારિત અને અકલ્પિત પિડને; દાતા વગેરેને
SDSDSD SFDF\ BFDF\D GGGGGGGGS
G/GNESSONGS