Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ સુખદુઃખથી સમ્બધ હોય છે. શ્રી અષ્ટપ્રકરણમાં આ અંગે જણાવ્યું છે કે “નીચે પડવા વગેરેમાં પરતત્વ એવા માણસને તેના સંબન્ધમાં દોષ અને ગુણનો નિર્ણય હોવા છતાં જેમ પડવા વગેરેનું બને છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને વિષયકષાયાદિની પરિણતિ અને તેના વિપાક વગેરેનું સંશય વિનાનું નિર્ણયાત્મક જ્ઞાન હોવા છતાં પૂર્વબદ્ધ કર્મની પરવશતાથી અનર્ધાદિની પ્રાપ્તિથી યુક્ત એવું એ જ્ઞાન આત્મપરિણતિમદ્ મનાય છે. અહીં શ્લોકમાં સુષ પદ અને પદ અનુક્રમે અર્થ અને અનર્થને સમજાવનારાં છે. કહેવાનો આશય એ છે કે જે કોઈ પણ માણસ પડવા વગેરેમાં પરવશ હોય ત્યારે ત્યારે તે તે ક્રિયાથી કોઈ પણ રીતે તે અટકી શકતો નથી. પડવા વગેરેના કારણે શું થવાનું છે તેનો તેને ચોકકસ જ નિર્ણય હોય છે. તેમાં તેને સંશય, વિપર્યય કે અનધ્યવસાય જેવું કશું જ હોતું નથી. છતાં પરંતન્નતાના કારણે દુઃખાદિની પ્રાપ્તિ થઈને જ રહે છે. બસ ! આવું જ અહીં સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે બને છે. તેમને સંસારની અસારતાનો અને વિષયકષાયાદિની ભયંકરતાનો ચોક્કસ જ ખ્યાલ હોવાથી એક ક્ષણ માટે પણ તેમને સંસારમાં રહેવાનું મન નહિ હોવા છતાં ભૂતકાળનાં કર્મોની પરતત્રતાદિના કારણે અનર્યાદિને પ્રાપ્ત કરવા જ પડે છે. આમ છતાં તેમની શ્રદ્ધા અને જ્ઞાનની પરિણતિમાં કોઈ જ ફરક પડતો નથી. કર્મની પરત–તાનો જેને અનુભવ છે, તેને એ સમજાવવાની આવશ્યક્તા નથી. રોજિંદા વ્યવહારમાં કંઇકેટલીય એવી પ્રવૃત્તિઓ છે કે જે પરતન્નતાથી થતી હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જે કાંઈ પણ કરવું પડે છે તે પ્રાય: કર્મપરવશતાથી કરવું પડે છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. //૬ -જા DિFDF\ SFDF\DDEDIT , EDUTDF\ EIDI DID SUCCUMSTICS

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60