Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 5
________________ અશક્ય જ છે. તેથી તે ભેદોને એક બીજામાં સમાવીને તેના કેટલાક ભેદોનું જ નિરૂપણ અહીં શક્ય બન્યું છે જેના પરિશીલનથી સાધુસમગ્રતાનો સારી રીતે પરિચય કરી શકાશે. II૬-૧ાા - જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણની વિચારણામાં પ્રથમ જ્ઞાનનું નિરૂપણ કરાય છે – विषयप्रतिभासाख्यं तथाऽऽत्मपरिणामवत् । तत्त्वसंवेदनं चेति त्रिधा ज्ञानं प्रकीर्तितम् ॥६-२॥ ‘વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદન : આ પ્રમાણે ત્રણ પ્રકારે જ્ઞાન કહેવાયું છે. આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જે જ્ઞાનમાં માત્ર વિષયનો જ પ્રતિભાસ થાય છે તે જ્ઞાનને વિષયપ્રતિભાસ’ નામનું જ્ઞાન કહેવાય છે. સામાન્ય રીતે જ્ઞાનમાત્રમાં તે તે વિષયનો પ્રતિભાસ થતો હોય છે. પરંતુ તે તે વિષયોને શાસ્ત્ર જે રીતે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વગેરે સ્વરૂપે વર્ણવેલા છે; તે રીતે તેના હેત્વ, ઉપાદેયત્વ અને ઉપેક્ષણીયત્વ વગેરે ધર્મોના સંબંધના પ્રતિભાસ વિના માત્ર વિષયનો જ પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે, તે જ્ઞાનને વિષયપ્રતિભાસ' નામનું જ્ઞાન કહેવાય છે. આનાથી અર્થ-લાભ થશે અને આનાથી અનર્થ-ગેરલાભ થશે. ઈત્યાદિ સ્વરૂપનો પ્રતિભાસાત્મક આત્માનો પોતાનો જે પરિણામ છે, તે પરિણામવાળું જે જ્ઞાન છે તેને “આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. અનુષ્ઠાનવિશેષથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પરિણતિવિશેષ સ્વરૂપ આત્માનો પરિણામ જેમાં છે એ જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. આવી વ્યાખ્યા કરાય તો તેનો અર્થ એ થાય G]S|D]EF\ EIFE DE V EDEESEEDS BEED HOM/US/NONSPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60