Book Title: Sadhu Samagrya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ अथ साधुसामग्र्यद्वात्रिंशिका प्रारभ्यते । પાંચમી બત્રીશીમાં શ્રી જિનપૂજાનું પ્રતિપાદન કરતાં દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું. પરમાત્માની ભક્તિના એક અંગ સ્વરૂપે દ્રવ્યપૂજા કરતી વખતે તેનાથી સાધ્ય તરીકે ભાવપૂજા અભીષ્ટ હોય છે. તેથી અહીં ભાવપૂજાસ્વરૂપ સાધુસામગ્રનું વર્ણન કરાય છે. ભાવપૂજા (ભાવસ્તવ) સાધુની પૂર્ણતામાં છે. તેથી ભકિતના વર્ણન પછી હવે તેનું વર્ણન કરાય છે – ज्ञानेन ज्ञानिभाव: स्याद् भिक्षुभावश्च भिक्षया । वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः ॥६-१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “સંયમી મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ હોય છે, ભિક્ષાથી ભિક્ષુભાવ હોય છે અને વૈરાગ્યના કારણે વિરાગભાવ હોય છે. આશય એ છે કે સાધુપણાની સમગ્રતા ઘપિ અસખ્યાત પ્રકારની છે. પરંતુ તે સામર્થ્યનું અહીં ત્રણ પ્રકારે વર્ણન કરવાનું છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણના કારણે પૂ. સાધુભગવંતોની સમગ્રતા અહીં વર્ણવાય છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યના કારણે સાધુભગવંતો ચારિત્રની પૂર્ણતાને પામવા સમર્થ બને છે. એક રીતે વિચારીએ તો જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય હોય તો બીજી એવી કોઈ વસ્તુ નથી કે જેને લઈને સાધુસમગ્રતામાં ન્યૂનતા જણાય અને જ્ઞાન, ભિક્ષા તેમ જ વૈરાગ્ય ન હોય તો એવી બીજી કોઈ વસ્તુ નથી કે જેને લઈને સાધુસમગ્રતા જણાય. તેથી જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યની અપેક્ષાએ સાધુસમગ્રતાનું વર્ણન કરવાનું આ બત્રીશીથી ઉદ્દિષ્ટ છે. આમ પણ સાધુસામગ્રના અસંખ્ય પ્રકારોને વર્ણવવાનું GEEIFIEDDIN DGET| BANSIDE) DINEEDINEEDEDGE file/d/0B/S૧e/N7c/ od/QBUS

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 60