Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ . પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ના , એક સંકલન-સંપાદનની વેળાએ પ્રાક્રકથન mhmmmmmmmmmmmmmmmm ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, સારસ્વતપુત્ર મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજાની એક અજોડ અનુપમ સ્વોપજ્ઞવૃત્તિ સહિત અણમોલકૃતિરૂપ પ્રતિમાશતક ગ્રંથરત્ન, આપણા સૌના અતિપરમ સદ્ભાગ્યને કારણે આપણને આ દુઃષમકાળમાં પણ સ્થાપનારૂપે રહેલ પરમાત્માના સ્વરૂપને પીછાણવા માટે પ્રાપ્ત થયેલ છે. જિનબિંબ અને જિનાગમ એ જૈનશાસનની મહામૂલી મૂડી છે. “દુષમકાળે જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા” આપણને પ્રાપ્ત થયેલ જ્ઞાનનિધિના ખજાનામાં પ્રતિમાશતક ગ્રંથરત્ન એ મહાકીમતી રત્ન કરતાં શ્રેષ્ઠ રત્નસ્વરૂપ છે. ન્યાયવિશારદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાની તર્કપરિકમિતબુદ્ધિ અને કલમે સર્જાયેલા અનેક ગ્રંથોમાંનો આ એક અતિ અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથરત્નમાં પ્રાચીન સંદર્ભોના રહસ્યોને અનેક આગમપાઠો અને યુક્તિઓપૂર્વક નવ્યન્યાયની શૈલીથી ઓપ અપાયેલ છે. આવો મહામૂલો કીમતી ગ્રંથરત્ન અનેક જીવોને વાંચવામાં ઉપયોગી થાય એ માટે આ ગ્રંથરત્નનું ટીકા-ટીકાર્થ સહ શબ્દશઃ વિવેચન તૈયાર કરી ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવેલ છે. ખાસ તો મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પ્રસન્નતા જળવાઈ રહે અને મુખ્યતાએ સ્વ-આત્મપરિણતિની નિર્મળતા થાય, આવા ઉત્તમ ગ્રંથરત્નના પદાર્થોના ચિંતન-મનન-નિદિધ્યાસન દ્વારા પરમ સુખાસિકાનો અનુભવ થાય તથા આત્માના સાચા સુખની પ્રાપ્તિ થાય એ રૂપ સ્વ-ઉપકારના લક્ષ્યથી આ નાનકડો પ્રયાસ કરેલ છે તે સાર્થકતાને પામે એવું ઇચ્છું છું. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ના પ્રકાશન પછી ભાગ-૪ના પ્રકાશન માટે અનેક વિદ્વાનવર્ગની સતત માંગણી આવતી જ રહી છે કે ભાગ-૪નું પ્રકાશન ક્યારે થશે ? પરંતુ તબિયત અત્યંત નાદુરસ્ત રહેતી હોવાને કારણે ઘણો વિલંબ થયો છે. પ્રતિમાશતક ભાગ-૪ના સંપાદનનું આ સંપૂર્ણ કાર્ય અત્યંત નાદુરસ્ત તબિયતમાં કરેલ છે, અને તે ત્રિલોકનાથ પરમાત્માની અસીમ કૃપાદૃષ્ટિથી પરિપૂર્ણ થયેલ છે તેનો અતિ આનંદ અનુભવાય છે. ખરું કહું તો, મારી નાદુરસ્ત તબિયતના કારણે રાજનગર મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરતા કરવાનું બન્યું એ અરસામાં યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ ખીમજીભાઈ મોતા પાસે યોગગ્રંથો અને અધ્યાત્મગ્રંથોના વાચનનો સુઅવસર સાંપડ્યો તેને મારા જીવનની સોનેરી ક્ષણો ગણું છું. એમાં પણ જ્યારે મહાકીમતી રત્ન કરતાં પણ શ્રેષ્ઠ રત્નસ્વરૂપ, મહામૂલા નજરાણા જેવા પ્રતિમાશતક ગ્રંથરત્નના વાચનનો અવસર સાંપડ્યો ત્યારે તો ભૂખ્યાને સુધા સંતોષવા પરમાન્નનું ભોજન મળે, તરસ્યાને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 432