________________
૨ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તોપણ ઉત્તમ જનને યોગે સપુરુષાર્થ સફલ થાશે,
સ્નેહ, મોહનો પાશ તજી આરાઘક શાંત સ્થળે જાશે. ૪૫ અર્થ - મહાપુરુષોએ સમ્યક્દર્શન-જ્ઞાન-ચરણ – તપને સદુ આરાઘના ગણી છે. પણ આ કળિકાળમાં આરંભ પરિગ્રહના અસત્ પ્રસંગો ગૃહસ્થાશ્રમમાં હોવાથી આ આરાધના ત્યાં કરવી વિરલ છે.
તોપણ ઉત્તમ પુરુષોના યોગમાં સપુરુષાર્થ કરવામાં આવે તો સફળ થઈ શકે એમ છે. તે માટે સમાધિમરણનો આરાઘક કુટુંબ વગેરેના મોહના પાશ એટલે જાળને તજી દઈ શાંત સ્થળે આરાઘના કરવા માટે જશે તો સફળતા પામશે. IT૪પા
શાંતિ-સ્થળ એકાન્ત વિષે પણ પરવશ સંગ-પ્રસંગ પડે, તો કરી ત્યાગ જ વાતચીતનો, મૌન રહ્યું નહિ કાંઈ નડે; શુદ્ધ સ્વરૅપનું સ્મરણ, શ્રવણ, સજ્જન-સંગે ર્જીવ જો કરશે,
તો કળિકાળ વિષે પણ સંયમ સાથી ઉર હિતથી ભરશે. ૪૬ અર્થ - સમાધિમરણના આરાઘકને એકાંત એવા શાંતિ સ્થળમાં પણ જો પરવશ કરે એવા સંગપ્રસંગ આવી પડે તો વાતચીતનો જ ત્યાગ કરી દેવો. મૌન ઘારણ કરવાથી તે વિક્ષેપ નડશે નહીં.
શુદ્ધ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કે જ્ઞાનીપુરુષના બોઘનું શ્રવણ, જો જ્ઞાનીપુરુષના આશ્રિતના સંગે જીવ કરશે તો આ કળિકાળમાં પણ સંયમની આરાધના કરીને તે ભવ્યાત્મા પોતાના આત્માનું હિત કરી શકશે. ૪૬ાા
સ્વ-પરઘર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા-સિન્હ, સંયમ, ત્યાગ, વ્રત, શુભ ધ્યાને આરાઘક મન જોડી દીધુંપ્રભાવના તો ઉત્તમ કીથી; તર્જી આળસ સેવા સાથે,
કર્મવશે આરાઘક વર્તે વિપરીત, પણ ના રીંસ વાઘે. ૪૭. અર્થ :- સ્વ-પર ઘર્મને પોષણ આપનાર એવા પારમાર્થિક કરુણાસિંધુ ઉપદેશક ગુરુએ સમાધિમરણના આરાધકનું મન, સંયમ, ત્યાગ, વ્રત કે શુભધ્યાનમાં જોડવામાં મદદ કરીને ઉત્તમ પ્રભાવના કરી તથા આળસ તજીને સેવા કરી છતાં કર્મવશાત્ આરાઘક વિપરીત રીતે વર્તે તો પણ તે ક્રોથને વશ થતાં નથી. /૪શા
તિરસ્કાર કરી કરે અવજ્ઞા, ભૂખ-તરસ ના સહી શકે, વ્રત તોડે આરાઘક, તોયે નિર્યાપક ના ફરજ ચૂકે; થીરજ રાખી સ્નેહભય હૃદયંગમ વચને તે સિંચે
ઘર્મભાવસૃપ લતા મનોહર, આરાઘક-ઉર લે ઊંચે. ૪૮ અર્થ :- સમાધિમરણનો આરાઘક ભૂખ તરસનું દુઃખ સહન ન થવાથી આચાર્ય કે ઉપાધ્યાયની અવજ્ઞા કરે, તિરસ્કાર કરે, વ્રત તોડે તો પણ નિર્યાપક એટલે સંથારો કરેલો હોય તેને સદુપદેશથી દ્રઢ કરનાર સાધુ, કૃતગુરુ કે શિક્ષાગુરુ તે પોતાની ફરજ ચૂકતા નથી.
પણ ધીરજ રાખીને નેહભર્યા હૃદયંગમ એટલે હૃદયસ્પર્શી વચનરૂપ જળવડે ઘર્મભાવરૂપ સુંદર લતાને પોષે છે, જેથી આરાધકનું મન શાંત બનીને ફરીથી સમાધિમરણને સારી રીતે સાથે છે. II૪૮ાા